Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ઓલિમ્પિકમાં અમેરિકા અને ચીન વચ્ચેનો રસાકસી : ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ સાથે જાપાન નંબર વન પર

નવી દિલ્લીઃ હાલ ખેલ રસિકોની વાત કરીએ તો દુનિયાભરમાં લોકો એજ જાણવા ઇચ્છે છે કે તેના દેશે કેટલા મેડલ જીત્યા અને નંબર-1 પર અત્યારે કોણ છે. ત્યારે આ ખેલ મહાકુંભનું મેડલની દ્રષ્ટીએ પોઈન્ટ ટેબલ પણ જાણવા જેવું છે. કોઇપણ ઓલિમ્પિક ગેમ્સ હોય ફેન્સની સૌથી વધુ નજર તો મેડલ ટેબલ પર જ હોય છે. વળી, ઓલિમ્પિકમાં અમેરિકા અને ચીન વચ્ચેનો રસાકસી ભર્યો જંગ પણ જગ જાહેર છે.

ટોક્યો ઓલિમ્પિક અંગે ફેન્સના જેટલા પણ સવાલો છે એના જવાબ 24 જુલાઈથી મળવાના શરૂ થઈ ગયા છે. ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમનીની વાત કરીએ તો એ દિવસે એકપણ મેડલ ઈવેન્ટ નહીં રમાય, આ તમામ મેડલ ગેમ 24 જુલાઈથી શરૂ થશે. આ મેડલ ગેમમાં 11 ગોલ્ડ દાવ પર હશે. ફેન્સિંગ, જૂડો, શૂટિંગ અને તાઇક્વાંડોમાં 24 જુલાઈએ 2-2 ગોલ્ડ મેડલ અંગે નિર્ણય લેવાશે. આના સિવાય આર્ચરી, રોડ સાઇક્લિંગ અને વેઇટલિફ્ટિંગમાં 1-1 ગોલ્ડ મેડલ વિજેતા અંગે રહેલું સસ્પેન્સ છતું થશે. જુઓ ટોક્યો ઓલિમ્પિકનું મેડલ ટેબલ...વિવિધ રમતો પણ ભારતને ખેલાડીઓ પાસે મોટી આશા છે.

(3:08 pm IST)