Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

પટનાની એક હોટલમાં ભીષણ આગ: ત્રણ મહિલા સહીત 6 લોકોના મોત: અન્ય બે ની હાલત ગંભીર

પટનાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રેલ્વે સ્ટેશન નજીક એક હોટલમાં ભીષણ આગ ભભૂકી

 બિહારની રાજધાની પટનાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રેલ્વે સ્ટેશન નજીક એક હોટલમાં ભીષણ આગમાં છ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય બેની હાલત ગંભીર છે. પોલીસ અધિક્ષક ચંદ્ર પ્રકાશે કહ્યું કે અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે, જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરૂષો સામેલ છે. તેમણે કહ્યું કે અન્ય બે લોકોની હાલત ગંભીર છે જ્યારે બાકીના ઘાયલો ખતરાની બહાર છે.

   
(6:39 pm IST)