Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સુરત એરપોર્ટથી સ્ટેડિયમ સુધી રોડ શો :રસ્તાની બંને બાજુ મોદીની ઝલક મેળવવા લોકો ઉત્સાહિત

કાર્યક્રમમાં રોડ શો સામેલ નહિ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા :સ્ટેડિયમ સુધી મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું

સુરત : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સુરત આવી પહોંચતા એરપોર્ટ પર મુખ્યમંત્રી ,નાયબ  મુખ્યમંત્રી સહિતનાએ તેઓનું સ્વાગત કર્યું હતું વાળમાં એરપોર્ટથી પીપલોદ  સ્થિત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પહોંચવા દરમિયાન એરપોર્ટથી સ્ટેડિયમ સુધી રોડની બન્ને બાજુ વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્તાં વડાપ્રધાને રોડ શો યોજવો પડ્યો હતો મોદીની એક ઝલક મેળવવા લોકો ઉત્સાહીત થઈ ગયાં હતાં સુરતીઓના ઉત્સાહને જોઈને વડાપ્રધાનના નિયત થયેલા કાર્યક્રમમાં રોડ શો સામેલ ન હોવા છતાં તેમણે મિની રોડ શો યોજ્યો હતો. વડાપ્રધાને રોડની બન્ને બાજુ લોકોની વિશાળ જનમેદનીને જોતાં કાફલાને ધીમે ચાલવા સૂચના આપી હતી. અને એરપોર્ટથી છેક સ્ટેડિમય સુધી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

(10:06 pm IST)