Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

એપ્રિલમાં દર કલાકે ૧.૭ લાખ લોકોએ નોકરી ગુમાવી

કોરોના લોકડાઉનને આવકની અસમાનતાને ભયંકર રીતે વધારી છે

નવી દિલ્હી તા. ૨૫ : કોરોનાએ ભારતના અરબપતિઓ અને ગરીબો વચ્ચે આવકની અસમાનતાને વધારી દીધી છે. માર્ચ ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૦ વચ્ચે લોકડાઉન લાગ્યું જ્યાં કરોડો લોકો ગરીબ થયા છે. બીજી બાજુ વિશ્વના ટોપ અમીરોની સંપત્તિમાં અંદાજે ૩.૯ ટ્રીલિયન અમેરિકી ડોલરનો વધારો થયો છે.

કોરોના સંકટે કરોડો બેરોજગાર, અકુશળ રોજગાર ધરાવતા ગરીબ પુરૂષો અને મહિલાઓ વચ્ચે આવકની અસમાનતાને વધુ વધારી છે. એકલા એપ્રિલમાં ૨૦૨૦માં દર કલાકે ૧.૭ લાખ લોકોએ નોકરી ગુમાવી છે.

(4:12 pm IST)