Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

બિહારને મફત કોવિડ-૧૯ વેકસીન મળે પણ અન્‍ય રાજય પાકિસ્‍તાનમાં નથી : શિવસેનાની સટાસટી

બિહાર વિધાનસભમા ચૂંટણીને લઇ બીજેપીના ઘોષણા પત્રમાં મફકત કોવિડ-૧૯ વેકસીન વાદા પર શિવસેનાએ પોતાના મુખપત્ર સામના માં લખ્‍યું છે બિહારને વેકસીન મળે પણ અનય રાજય પાકિસ્‍તાનમાં નથી. શિવસેનાએ કહ્યું કોવિડ-૧૯ વેકસીનનો મુદ્દો બીજેપીના ઘોષણા પત્રમાં આવવો યોગ્‍ય નથી. આના વિતરણમાં રાષ્‍ટ્રીય ભુમિકા હોવી જોઇએ. આ એક પ્રકારનો ભેદભાવ છે.

(10:41 pm IST)
  • સોમવાર સુધી મહારાષ્ટ્ર અને કોંકણમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે :જાણીતા વેધર વોચર શ્રી અક્ષય દેઓરસએ ટવીટ કરી કહયું છે કે તા.૨૬ના સોમવાર સુધી સોલાપુર, સાંગલી, સતારા, કોલ્હાપુર, પુણે, સિંધુદર્ગ, રત્નાગીરી, રાયગઢ, નાસિક જીલ્લો અને મુંબઇમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. access_time 3:04 pm IST

  • આર્મેનીયા-અઝરબૈજાન જંગમાં ૫ હજાર મોતઃ વિશ્વ ઉપર યુદ્ઘનું મોટું જોખમઃ અમેરિકા યુદ્ઘ સમાપ્તિ માટે કાર્યરત : આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ચાલી રહેલા યુદ્ઘને સમાપ્ત કરવા માટે અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ બંને દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી, જેથી સમાધાનને શકય બનાવી શકાય. જો કે, તેઓ સફળ થાય તેવી આશા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. access_time 3:04 pm IST

  • બેંગ્લોરમાં ૩ કલાકમાં ૩ ઈંચ વરસાદ તૂટી પડ્યો : બેંગ્લુરૂમાં ગઈકાલે ત્રણ કલાકમાં ૩ ઈંચ વરસાદ પડી જતા ચારે કોર પાણી ભરાયા હતા : રાજેશ્વરીનગરમાં રીટેઈનીંગ દિવાલ તૂટી પડતા નીચાણ વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાયા હતા access_time 3:03 pm IST