Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

મંદિરો અને મઠોમાં લઘુતમ વેતન ધારો લાગુ પડતો નથી : લઘુતમ વેતન આપવાના આદેશને પડકારતી શ્રી રાઘવેન્દ્ર સ્વામી મઠ દ્વારા દાખલ કરાયેલી પિટિશન માન્ય રાખતી આંધ્રપ્રદેશ હાઇકોર્ટ


આંધ્રપ્રદેશ : આંધ્રપ્રદેશહાઇકોર્ટે અવલોકન કર્યું કે એપી ચેરિટેબલ અને હિન્દુ ધર્મના સંદર્ભમાં લઘુત્તમ વેતન ધારો મંદિરો અથવા મઠ પર લાગુ પડતો નથી. મંદિર અને મઠ વચ્ચે તફાવત છે.

"મઠ એ એવી વ્યક્તિની આગેવાની હેઠળની સંસ્થા છે, જેનું પ્રાથમિક કાર્ય પોતાની જાતને શિક્ષણ, ધાર્મિક ફિલસૂફીના પ્રચાર વગેરેમાં સામેલ કરવાનું છે.

બીજી બાજુ, મંદિર એક સ્થળ છે, જે સમર્પિત છે અને જાહેર ધાર્મિક પૂજા સ્થળ તરીકે ઉપયોગમાં લેવાય છે.

શ્રી રાઘવેન્દ્ર સ્વામી મઠ દ્વારા દાખલ કરવામાં આવેલ રિટ પિટિશનને મંજૂરી આપતા જસ્ટિસ ડીવીએસએસ સોમાયાજુલુએ અવલોકન કર્યું હતું કે મંદિર કે મઠને લઘુતમ વેતન ધારો લાગુ પડતો નથી.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.


 

(12:53 pm IST)