Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

૨૦ ટકા અપર મિડલ કલાસ ટૂંક સમયમાં કન્ઝમ્પ્શન સાઇકલને ફરી દોડતી કરશે

કોરોના કાળમાં નાછૂટકે કે સાવચેતીરૂપે કરેલી બચતને કારણે ખર્ચ કરશે

 

મુંબઇ,તા. ૨૪: એક રિપોર્ટ અનુસાર દેશમાં વેકિસનેશન ઝડપથી આગળ વધી રહ્યું છે તેને પગલે ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે અને કોરોનાકાળના મહિનાઓમાં ખાસ્સી એવી બચત કરીને બેસેલા ૨૦ ટકા અપર-મિડલ કલાસ ગ્રાહકો ફરી તેમનું કન્ઝમ્શન વધારશે અને માંગ નજીકના ગાળામાં વધશે. આ ગ્રાહકો ગ્રામીણ અને શહેરી બન્ને ક્ષેત્રે માંગમાં વધારો કરશે.યુબીએસ સિકયુરિટીઝ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર ટોપ-૨૦ ટકા ગ્રાહકો ગ્રામીણ ક્ષેત્રમાં ડિસ્ક્રીશનરી કન્ઝમ્પ્શનના ૫૯ ટકા પર કંટ્રોલ ધરાવે છે, જયારે શહેરી વિસ્તારોમાં આ ટકાવારી ૬૬ ટકા છે. અપર-ઈન્કમ વર્ગે કોરોનાકાળમાં નાછૂટકે કે આગોતરા સાવચેતીના ભાગરૂપે ખાસ્સી એવી બચત કરી છે. કારણ કે તે સમયે નિયંત્રણો હતા, લોકડાઉન હતું. પરંતુ હવે અર્થતંત્ર અનલોક થતા આ બચતનો તેઓ વાહન, ઓફિસ-મકાન સહિતની પ્રોપર્ટી, પર્સનલ કેર, કન્ઝયુમર બ્રૂરેબલ્સ, વગેરેની ખરીદી માટે ઉપયોગ કરશે. ઓકટોબરથી માંગમાં સારી એવી વૃધ્ધિ જોવા મળશે તેવી ધારણા છે.

તહેવારોની સિઝનમાં લોકો શું ખરીદવા માગે છે

યુબીએસ દ્વારા જુલાઇ અને ઓગસ્ટ વચ્ચે ૧૫૦૦ અપર-મિડલ- કલાસ કન્ઝયુમ્સનો ઓનલાઈન સર્વે કરાયો હતો. સર્વે સૂચવે છે કે આ કનઝયુમર્સની આવક કોરોનાકાળમાં ચાલુ રહી હતી. ૪૨ ટકાએ કહ્યું હતું કે તેમની આવક ઘટી હતી.૫૪ ટકાએ  કહ્યું હતું કે તેમની આવક સ્થિર રહી અથવા વધી હતી. સર્વે  અનુસાર ફોર્મલ સેકટરનો બજાર હિસ્સો વધ્યો છે, જયારે  ઈનફોર્મલ (અસંગઠિત ક્ષેત્ર) ઇકોનોમીને અસર થઈ છે.૭૦% લોકોએ કહ્યું હતું કે તેમને ૨૦૨૨માં આવક વધવાનો અંદાજ છે

૭૦% કહ્યું હતું કે તહેવારોની સિઝનમાં તેઓ વધુ ખર્ચ  કરશે. થર્ડ વેવની ચિંતા વચ્ચે ઓનલાઈન ખરીદી વધી છે.આ  ઉપરાંત હેલ્થકેર, કન્ઝયુમેબલ્સ અને એન્ટરટેઈનમેન્ટ પાછળ  વધુ ખર્ચ થશે. ડ્યૂરેબલ ગુડ્ઝ અને એજયુકેશન પાછળનો  ખર્ચ અગાઉ હતો તેટલો યથાવત્ રહેશે. ૭૬ ટકા લોકો ઈચ્છે  છે કે તેઓ આગામી બે વર્ષમાં નવી પ્રોપર્ટી ખરીદવા માગે છે.  આ પૈકી ૩૭ ટકા પ્રાથમિક જરૂરિયાતના ભાગરૂપે અને ૩૯ ટકા  રોકાણ માટે પ્રોપર્ટી ખરીદવા માગે છે.૯૦ ટકાએ કહ્યું હતુકે  તેઓ કાર કે ટૂ વ્હીલર ખરીદવા માગે છે. તેમાં શ ટકાએ કાર  ખરીદવાનું કહ્યું હતું જયારે ૪૭ ટકાએ ટુ વ્હીલર ખરીદવાની ઇચ્છા દર્શાવી હતી.

(11:21 am IST)