Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

કર્નલ ઇશરતને કમાન્‍ડની જવાબદારીઃ રૂખ્‍સાર ડેપ્‍યુટી કમાન્‍ડન્‍ટ

ઉચ્‍ચ પદો પર પહોંચી કાયમખાની સમાજની દિકરીઓ

ઝુનઝુન તા. ર૪: ઝુનઝુનુ જીલ્લાના બેટાઓ જ નહીં બેટીઓ પણ સૈન્‍યમાં અધિકારી બનીને દેશની સેવા કરી રહી છે. નુઆં ગામના કાયમખાની પરિવારની દીકરી ઇશરત સેનામાં કર્નલ છે. તાજેતરમાં જ ઇશરતને સેનાએ દેશની એક મોટી ઓર્ડીનન્‍સ આર્મી યુનિટની કમાંડની જવાબદારી સોંપી છે. ઇશરતની બહેન શબનમ ખાને જણાવ્‍યું કે કર્નલના પદ પર પહોંચીને આટલો મોટો કમાન્‍ડ સંભાળનાર તે રાજયની પહેલી મુસ્‍લીમ દિકરી છ.ે ઇશરત જયારે પણ ગામડે આવે છે, યુવાઓને દેશ સેવાનો પાઠ ભણાવે છે. સેનામાં કેરીયર અંગે માહિતી આપે છે. તે સામાજીક કાર્યોમાં પણ અગ્રેસર રહે છે.

ઇશરતનો ભાઇ સકીખ હુસૈન સેનામાં બ્રિગેડીયર છે બન્‍ને ભાઇ બહેન શેખાવાટીના યુવાઓને સૈન્‍ય કેરીયર અંગે પણ માહિતી આપે છે. જાકીર ઝુનઝુન વાલાએ જણાવ્‍યું કે, ઇશરતની રગોમાં ફૌજી પિતાનું લોહી દોડે છ.ે ઇશરતના પિતા જકી અહમદ પણ સેનામાં ફલેટેનંટ કર્નલ પદેથી રિટાયર થઇ ચૂકયા છે. ઇશરતના નાના પણ સેનામાં કેપ્‍ટન રહી ચૂકયા છે.

તો જીલ્લાના જાબાસર ગામની રૂખસારખાન નૌ સેનામાં ડેપ્‍યુ઼ટી કમાન્‍ડન્‍ટ પદ પર કાર્યરત છે. તેના પિતા અનવરખાન પણ સેનામાંથી રીટાયર થઇ ચૂકયા છે. રૂખસાર રજા દરમ્‍યાન શૈક્ષણિક સંસ્‍થાઓમાં જઇને યુવાઓને કેરીયરની ટીપ્‍સ આપે છે.

(3:07 pm IST)