Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

ટીમ ઇન્ડિયા વનડેમાં દુનિયાની નંબર વન ક્રિકેટ ટીમ બની: ઈંગ્લેન્ડની ટીમ 4 દિવસમાં જ બીજા ક્રમે ધકેલાઈ

ભારતીય ટીમ ટી-20 રેકિંગમાં 17,636 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે :ટેસ્ટ રેકિંગમાં ભારતીય ટીમ 3690 પોઈન્ટ સાથે બીજા ક્રમે

ન્યુઝીલેન્ડની સામેની અંતિમ વનડે મેચમાં 90 રનથી જીત મેળવી ભારતીય ટીમે વનડે સિરીઝમાં ક્લિન સ્વીપ કરી છે. આ ખુશીના સમાચાર સાથે ભારતીય ટીમ અને તેના ફેન્સ માટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ વનડેમાં દુનિયાની નંબર વન ક્રિકેટ ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ પાસેથી આ તાજ 4 દિવસમાં જ જતો રહ્યો છે

એકંદર પોઈન્ટના આધારે ઈંગ્લેન્ડ ટોપ પર હતું, પરંતુ ઈન્દોરમાં મેચમાં મેદાન માર્યા બાદ ભારતને પણ એક રેટિંગ પોઈન્ટ મળ્યો અને જેના કારણે 5010 પોઈન્ટ સાથે ભારતીય ટીમ ટોપ પર પહોંચી ગયું છે. ઈંગ્લેન્ડ બીજા અને ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને સરકી ગયું છે. જણાવી દઈએ કે ભારતીય ટીમ ટી-20 રેકિંગમાં 17,636 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. ટેસ્ટ રેકિંગમાં ભારતીય ટીમ 3690 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે .

(11:07 pm IST)