Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

શ્રદ્ધા એક મિત્રને મળવા જતા આફતાબને પસંદ ના આવી અને હિંસક બની ક્રુરતાથી હત્યા કરી:ચાર્જશીટમાં ખુલાસો

દિલ્હી પોલીસે આ ઘટનાને લઇને ચાર્જશીટનો ડ્રાફ્ટ તૈયાર કરવા દરમિયાન લગભગ 100 સાક્ષીઓને સામેલ કર્યા

દિલ્હી પોલીસ દ્વારા શ્રદ્ધા વાલકર મર્ડર કેસમાં 6,629 પાનાની ચાર્જશીટ સાકેત કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે 75 દિવસ પછી આ ચાર્જશીટ દાખલ કરી છે. ઘટનાની તપાસમાં સામેલ સંયુક્ત સીપી દક્ષિણી રેન્જ મીનૂ ચૌધરી અનુસાર શ્રદ્ધા વાલકર ઘટનાના દિવસે એક મિત્રને મળવા ગઇ હતી. આ વાત આરોપી આફતાબ પૂનાવાલાને પસંદ નહતી આવી અને આ વાતને લઇને તે હિંસક બની ગયો હતો અને હત્યા કરી નાખી હતી.

આ ઘટનાને લઇને સાકેત કોર્ટ 7 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસ દ્વારા દાખલ ચાર્જશીટ પર એક્શન લેશે. કોર્ટે પોલીસને 7 ફેબ્રુઆરીએ આફતાબને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે.

મે 2022માં શ્રદ્ધા વાલકરના લિવ ઇન રિલેશન પાર્ટનર આફતાબે તેનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. શ્રદ્ધાની હત્યા બાદ આરોપી આફતાબે તેના શબને કેટલાક ટુકડામાં કાપીને દિલ્હીના જંગલોમાં ફેકી દીધા હતા. આફતાબે શ્રદ્ધાના શબને ફ્રિઝમાં રાખીને કેટલાક દિવસ સુધી આ કામને અંજામ આપ્યો હતો. સુત્રો અનુસાર 100 સાક્ષી સિવાય ચાર્જશીટના ડ્રાફટને ફૉરેન્સિક અને ઇલેક્ટ્રોનિક પુરાવાના આધાર પર બનાવવામાં આવ્યો છે.

 

દિલ્હી પોલીસે આ ઘટનાને લઇને ચાર્જશીટનો ડ્રાફ્ટ તૈયાર કરવા દરમિયાન લગભગ 100 સાક્ષીઓને સામેલ કર્યા હતા. ચાર્જશીટ પુરી રીતે ફોરેન્સિક અને ઇલેક્ટ્રોનિક બન્ને મહત્વપૂર્ણ પુરાવા પર આધારિત છે, જેને પોલીસે મહિનાઓની તપાસ બાદ ભેગી કરી છે. સાક્ષીમાં તે દુકાનદાર પણ સામેલ છે, જેની દુકાનથી આફતાબે ફ્રિઝ ખરીદ્યુ હતુ. છત્તરપુરના જંગલોમાંથી જપ્ત હાડકા અને તેના DNA રિપોર્ટ જેમાં પૃષ્ટી થઇ કે હાડકા શ્રદ્ધાના જ હતા, આ બધુ ચાર્જશીટનો ભાગ છે. ચાર્જશીટને કાયદાકીય જાણકારો દ્વારા સમીક્ષા પછી સબમીટ કરવામાં આવી છે. પોલીસે ચાર્જશીટમાં આફતાબના નાર્કો ટેસ્ટના પરિણામ અને ફોરેન્સિક ટેસ્ટ રિપોર્ટની સાથે તેના નિવેદનનો પણ હવાલો આપ્યો છે

 

દિલ્હીના મહરૌલી વિસ્તારમાં 28 વર્ષીય આફતાબ પૂનાવાલાએ મેમાં શ્રદ્ધા વાલકરની હત્યા કરી નાખી હતી અને તેના શરીરના 35 ટુકડા કરીને કેટલાક દિવસ સુધી શહેરમાં ફેક્યા પહેલા તેના ઘરમાં ત્રણ અઠવાડિયા સુધી ફ્રિઝમાં રાખ્યા હતા.

આફતાબ અને શ્રદ્ધા એક ડેટિંગ સાઇટ પર મળ્યા હતા અને સબંધ વધતા છત્તરપુરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. શ્રદ્ધાના પિતાની ફરિયાદ પર દિલ્હી પોલીસે 10 નવેમ્બરે ફરિયાદ નોંધી હતી. આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીએ કહ્યુ હતુ કે આફતાબ પૂનાવાલાએ પૉલીગ્રાફ અને નાર્કો એનાલિસિસ તપાસ અને પોલીસ પૂછપરછ દરમિયાન જે નિવેદન આપ્યા, તે એક જેવા જ હતા. નાર્કો-એનાલિસિસ અને પૉલીગ્રાફ તપાસ રિપોર્ટ કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકાર્ય નથી.

(9:54 pm IST)