Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

દિલ્હી પોલીસે શ્રદ્ધા વોકરની નિર્દયતાથી હત્યા કરનાર આફતાબ સામે 6629 પાનાની ચાર્જશીટ દાખલ કરી

કેસના મુખ્ય આરોપી આફતાબ પૂનાવાલા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર: આફતાબે માંગ કરી છે કે તેની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ તેના વકીલને બતાવવામાં ન આવે.

નવી દિલ્હી :દિલ્હી પોલીસે શ્રદ્ધા વોકર હત્યા કેસમાં તેની ચાર્જશીટ દાખલ કરી છે. સમાચાર એજન્સી ‘ANI’એ જણાવ્યું છે કે આ કેસના મુખ્ય આરોપી આફતાબ પૂનાવાલા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર હતો. એજન્સીએ એ પણ માહિતી આપી છે કે લગભગ 6,629 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હવે સાકેત કોર્ટ 7 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર વિચાર કરશે. કોર્ટે આફતાબ પૂનાવાલાને પણ આ દિવસે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે.

જણાવી દઈએ કે દિલ્હી પોલીસે લગભગ 75 દિવસ પછી આ મામલામાં ચાર્જશીટ દાખલ કરી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે પોતાના લિવ-ઈન પાર્ટનરની નિર્દયતાથી હત્યા કરનાર આફતાબે માંગ કરી છે કે તેની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ તેના વકીલને બતાવવામાં ન આવે. તેણે પોતાનો વકીલ બદલવા કહ્યું છે. કોર્ટમાં જ્યારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અવિરલ શુક્લાએ પૂછ્યું કે ચાર્જશીટમાં કેટલા પાના છે, તો તપાસ અધિકારીએ કહ્યું કે તેમાં 6,629 પાના છે. આના પર ન્યાયાધીશે કહ્યું, ‘બહું બધા છે. આખરે આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આફતાબની જ્યુડિશિયલ કસ્ટડી બે સપ્તાહ વધારીને 7 ફેબ્રુઆરી સુધી વધારી દીધી છે.

(8:34 pm IST)