Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

હવે સેટ-ટોપ બોક્સ વિના જોઈ શકાશે ટીવી ચેનલો: BSNLએ શરૂ કરી અદભુત સેવા

BSNL બ્રોડબેન્ડ ગ્રાહકોએ અલગ-અલગ ટીવી અને બ્રોડબેન્ડ કનેક્શન લેવાની જરૂર રહેશે નહીં

નવી દિલ્હી : ભારત સંચાર નિગમ લિમિટેડ અથવા BSNL એ ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન (IPTV) સેવા શરૂ કરી છે. આ માટે કંપનીએ સિટી ઓનલાઈન મીડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. આ સાથે બ્રોડબેન્ડ ગ્રાહકોને IPTV સેવા આપવામાં આવશે. ટેલિકોમ ટોકના અહેવાલ મુજબ IPTV સેવા ઉલ્કા ટીવી બ્રાન્ડ હેઠળ પ્રદાન કરવામાં આવશે. આ બ્રાન્ડ સિટી ઓનલાઈન મીડિયા પ્રાઈવેટ લિમિટેડ હેઠળ આવે છે. નવી IPTV સેવામાં કંપની 1000થી વધુ ટીવી ચેનલો ઓફર કરશે.

 

આ માટે બ્રોડબેન્ડ કનેક્શન હોવું જરૂરી છે. રિપોર્ટ અનુસાર BSNL બ્રોડબેન્ડ ગ્રાહકોએ અલગ-અલગ ટીવી અને બ્રોડબેન્ડ કનેક્શન લેવાની જરૂર રહેશે નહીં. ચેનલની એક્ઝિટ લિસ્ટ હજુ સુધી કન્ફર્મ કરવામાં આવી નથી. પરંતુ, આવનારા સમયમાં કંપની તેના વિશે વધુ માહિતી શેર કરશે.

 IPTV અથવા ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન એક ઓનલાઈન સેવા છે. આ સાથે વપરાશકર્તાઓ તેમના ટીવી અથવા સ્માર્ટફોન પર કન્ટેન્ટ અને લાઈવ ટીવી સ્ટ્રીમ કરી શકે છે. બીએસએનએલના કિસ્સામાં આ સેવા ઉલ્કા ટીવી હેઠળ આપવામાં આવશે. આ માટે ઉલ્કા ટીવી એપ છે જેને ટીવી કે સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી શકાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BSNLએ આ સેવા માત્ર આંધ્ર પ્રદેશમાં જ શરૂ કરી છે. જો કે આગામી સમયમાં તેને અન્ય સ્થળોએ પણ રજૂ કરવામાં આવી શકે છે. BSNLના નવા અને જૂના બંને ગ્રાહકો આ સેવાનો લાભ લઈ શકે છે. આ સિવાય રેલટેલ દ્વારા IPTV સેવા પણ આપવામાં આવશે. આ માટે કંપનીએ સિટી ઓનલાઈન મીડિયા સાથે પણ ભાગીદારી કરી છે. RaiWire સિટી ઓનલાઈન મીડિયા દ્વારા વપરાશકર્તાઓને IPTV સેવા પ્રદાન કરશે. આ માટે યુઝર્સને ઓપ્શન આપવામાં આવશે.

(7:59 pm IST)