Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

ઈડીના નકલી અધિકારી બની ઝવેરીને ત્યાંથી ૨૫ લાખ અને ત્રણ કિલો સોનાની લૂંટ

મુંબઈના ઝવેરી બજારમાં એક ચોંકાવનારી ઘટના બની : એક વેપારીની ઓફિસ પર ચાર અજાણ્યા લોકોએ નકલી રેડ કરી, આ ઉપરાંત આરોપીઓએ ફરિયાદી વેપારીની ઓફિસમાં એક કર્મચારીને પણ હાથકડી પહેરાવી

મુંબઈ, તા.૨૪ : મુંબઈના ઝવેરી બજારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અક્ષય કુમારની ફિલ્મ 'સ્પેશિયલ ૨૬' જેવું જ અહીં બન્યું છે.  આ ફિલ્મમાં નકલી અધિકારી બનીને લૂંટ ચલાવવામાં આવી હતી. આવી જ રીતે ઇડીના નકલી અધિકારીઓએ ઝવેરી બજારમાં દરોડા પાડીને કરોડો રૃપિયાની લૂંટ ચલાવી હતી. વાસ્તવમાં ઈડીના નામ પર લોકોનો પરસેવો છૂટી જાય છે. તેનો ફાયદો ઉઠાવીને બદમાશોએ નકલી ઈડી ઓફિસર તરીકે રજૂ કરીને રેડ પાડી હતી.

એક વેપારીની ઓફિસ પર ચાર અજાણ્યા લોકોએ નકલી રેડ કરી હતી. આ ઉપરાંત આરોપીઓએ ફરિયાદી વેપારીની ઓફિસમાં એક કર્મચારીને પણ હાથકડી પહેરાવી હોવાની માહિતી સુત્રોએ આપી છે. આ પછી, બદમાશોએ ઓફિસમાંથી ૨૫ લાખ રૃપિયા રોકડા અને ત્રણ કિલો સોનું લઈ ગયા હતા.આ સોનાની કુલ કિંમત એક કરોડ સાત લાખ રૃપિયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ચાર અજાણ્યા આરોપીઓ સામે આઈપીસીની કલમ ૩૯૪, ૫૦૬ (૨) અને ૧૨૦બી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન સીસીટીવીની મદદથી આરોપીની શોધખોળ ચાલી રહી હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

(7:17 pm IST)