Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

મુકેશ અંબાણીની પુત્રવધુ રાધિકા મર્ચન્ટ ઍનેર હેલ્થકેરની સી.ઇ.અોઃ સગાઇ બાદ સતત ચર્ચામાં રહેતી રાધિકા મર્ચન્ટ

૧૯ જાન્યુઆરીઍ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇ અંબાણી નિવાસ સ્થાને યોજાઇ

ન્યુ દિલ્હી  તા. ર૪:.. રાધિકા મર્ચન્ટ ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક ટાયકૂન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. રાધિકા ઍન્કોર હેલ્થકેરની   સીઇઅો છે.

હાલમાં રિલાયન્સ ઈન્ડસટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઈ કરવામાં આવી. અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે ધૂમધામથી થઈ. રાધિકા અને અનંતની સગાઈ 19 જાન્યુઆરી 2023ના રોજ અંબાણીના નિવાસસ્થાન 'એન્ટીલિયા' ખાતે થઈ હતી અને ત્યારથી રાધિકા સતત હેડલાઈન્સમાં રહે છે.

તાજેતરમાં જ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે. આ બધાની વચ્ચે લોકોને રાધિકા મર્ચન્ટ અને તેની સંપત્તિ વિશે જાણવામાં રસ છે, અહીં આપણે જાણીશું કે અનંત અંબાણીની ભાવિ પત્ની રાધિકા કેટલી અમીર છે?

રાધિકા મર્ચન્ટની મોટાભાગની આવક તેના પારિવારિક બિઝનેસ 'એનકોર હેલ્થકેર'માંથી આવે છે. રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેરની CEO છે અને બિઝનેસ ટાયકૂન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. 'એનકોર હેલ્થકેર' એ દેશની એક મોટી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે, જે વીરેનની માલિકીની મોટી કંપની છે.

(5:50 pm IST)