Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

એસવીપી ગ્‍લોબલ ટેક્‍સટાઈલ્‍સ લિમિટેડે ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. ૩૦૧.૮૧ કરોડની આવક નોંધાવી

મુંબઈ, તા.૨૪: ભારતની સૌથી મોટી કોમ્‍પેક્‍ટ કોટન યાર્ન ઉત્‍પાદકોમાં સ્‍થાન ધરાવતી અને અગ્રણી મલ્‍ટીનેશનલ ટેક્‍સટાઈલ્‍સ કંપની એસવીપી ગ્‍લોબલ ટેક્‍સટાઈલ્‍સ લિમિટેડે ડિસેમ્‍બર, ૨૦૨૨ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે રૂ. ૩૦૧.૮૧ કરોડની ઓપરેશન્‍સથી કુલ આવકો નોંધાવી છે જે સપ્‍ટેમ્‍બર, ૨૦૨૨ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે નોંધાવેલી રૂ. ૨૯૪.૧૦ કરોડની આવકો કરતાં ત્રિમાસિક ધોરણે ૨.૬૨ ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. ૭૫.૮૩ કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ ૨૦૨૩ના બીજા ત્રિમાસિક ગાળાની રૂ. ૩૮.૭૫ કરોડની એબિટા કરતાં ત્રિમાસિક ધોરણે ૯૫.૭ ટકાનો વધારો દર્શાવે છે. કંપનીએ ઓપરેશનલ માર્જિનમાં સુધારો નોંધાવ્‍યો છે અને નાણાંકીય વર્ષ ૨૦૨૩ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. ૨૦.૩૫ કરોડની ખોટ ઘટાડીને નાણાંકીય વર્ષ ૨૦૨૩ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. ૫.૫૪ કરોડ કરી છે. આગળ જતાં કંપની દેવામાં નોંધપાત્ર ઘટાડો, ડી-લિવરેજ બેલેન્‍સ શીટ કરવાનો તથા એસેટ લાઈટ બિઝનેસ મોડલ અપનાવવાનું લક્ષ્ય રાખે છે.

ડિસેમ્‍બર, ૨૦૨૨ના રોજ પૂરા થતા નવ મહિનાના અંતે કંપનીએ રૂ. ૮૭૬.૩૯ કરોડની ઓપરેશન્‍સથી આવક તથા રૂ. ૧૩૬.૮ કરોડની એબિટા નોંધાવી છે.

(4:16 pm IST)