Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

ભારતીય ખગોળશાષાીઓને પૃથ્‍વીથી ૮૮૦ કરોડ પ્રકાશ વર્ષ દૂર મળ્‍યા રેડિયો સિગ્નલ

બ્રહ્માંડની ઉત્‍પત્તિ વિશે શોધમાં થશે મદદ : બ્રહ્માંડ બન્‍યું ત્‍યારે આ તત્‍વ ધુમ્‍મસના રૂપમાં હાજર હતું

 નવી દિલ્‍હી,તા.૨૪ : ભારતીય ખગોળશાષાીઓને દૂરની એક ગેલેક્‍સીમાંથી એક સિગ્નલ મળ્‍યું છે. અત્‍યાર સુધી એંતરિક્ષમાંથી આટલા દૂરથી કોઈ પણ સિગ્નલ નથી મળ્‍યા. આ સિગ્નલથી જાણકારી મળી શકે છે કે આપણું બ્રહ્માંડ કઈ રીતે બન્‍યું હશે.

 ભારતમાં જાયન્‍ટ મીટરવેવ રેડિયો ટેલીસ્‍કોપને મળેલા રિકોર્ડ-બ્રેકિંગ રેડિયો ફ્રિક્‍વન્‍સી સિગ્નલ, ગેલેક્‍સી SDSSJ0826+5630થી આવ્‍યું હતું. આ ગેલેક્‍સી પળથ્‍વીથી ૮૮૦ કરોડ પ્રકાશ વર્ષ દૂર છે. તેનો મતલબ છે કે આ સિગ્નલ અહીંથી ત્‍યારે નિકળ્‍યું હતું જ્‍યારે બ્રહ્માંડની ઉંમર વર્તમાન ઉંમરથી એક તળત્‍યાંશ હતી.

 સિગ્નલ, બ્રહ્માંડના સૌથી મૌલિક તત્‍વ ન્‍યૂટ્રલ હાઈડ્રોઝનથી નિકળતી રેખા છે. બિગ બેંગ એટલે કે જ્‍યારે બ્રહ્માંડ બન્‍યું ત્‍યારે આ તત્‍વ આખા બ્રહ્માંડમાં ધુમ્‍મસના રૂપમાં હાજર હતું. ફરી તેનાથી શરૂઆતી તારા અને આકાશગંગાઓ બની.

 ખગોળવિદોએ લાંબા સમય સુધી ન્‍યુટ્રલ હાઈડ્રોજનથી આવતા સંકેતોની ખોજ કરવામાં આવી હતી. જેથી એ જાણકારી મળે કે શરૂઆતી તારોમાં ચમક કેવી રીતે આવી. પરંતુ દૂરીને જોતા તે સિગ્નલની જાણકારી મેળવવી મુશ્‍કેલ હતી.

 હવે મંથલી નોટિસિસ ઓફ રોયલ એસ્‍ટ્રોનોમિકલ સોસાયટી જર્નલમાં  પ્રકાશિત નવી શોધથી જાણકારીથી ખબર પડે છે કે ગુરૂત્‍વાકર્ષણ લેંસિંગ નામના પ્રભાવથી ખગોળવિદોને ન્‍યૂટ્રલ હાઈડ્રોજનના સબૂત મેળવવામાં મદદ કરી શકે છે.

 કેનેડામાં મેકગિલ યુનિવર્સિટીના એક કોસ્‍મોલોજિસ્‍ટ અને શોધના મુખ્‍ય લેખક અર્નબ ચક્રવર્તીનું કહેવું છે કે એક આકાશગંગા અલગ અલગ રીતે રેડિયો સિગ્નલનું ઉત્‍સર્જન કરે છે. અત્‍યાર સુધી સિગ્નલને પાસ કરી કોઈ આકાશગંગાથી કેપ્‍ચર કરવું સંભવ હતું. જેનાથી આપણું જ્ઞાન ફક્‍ત એજ આકાશગંગાઓ સુધી સીમિત હતું જે પળથ્‍વીની નજીક છે.  બ્રાહ્માંડની શરૂઆત લગભગ ૪ લાખ વર્ષ બાદ, જ્‍યારે પ્રોટોન અને ઈલેક્‍ટ્રોનની પહેલી વખત ન્‍યૂટ્રોન સાથે બોન્‍ડ થઈ હતી કયારે શરૂઆતી તારા અને આકાશગંગાઓના બન્‍યા પહેલા, ન્‍યૂટ્રલ હાઈડ્રોજન તથાકથિત અંધકારમય યુગમાં શરૂઆતી બ્રહ્માંડમાં ભરાઈ ગઈ હતી.

 ન્‍યુટ્રલ હાઈડ્રોજન ૨૧ સેન્‍ટીમીટરના વેવલેંથનું ઉત્‍સર્જન કરે છે. પરંતુ શરૂઆતી બ્રહ્માંડનું અધ્‍યયન કરવા માટે ન્‍યૂટ્રલ હાઈડ્રોજન સિગ્નલનો ઉપયોગ કરવો મુશ્‍કેલ કામ છે. કારણ કે લાંબી વેવલેંથ, ઓછી તીવ્રતા વાળા સિગ્નલ મોટા ભાગે લાંબી દૂરીમાં ગુમ થઈ જાય છે. અત્‍યાર સુધી સૌથી દૂર ૨૧ સેમીના હાઈડ્રોજન સિગ્નલની જાણકારી મળી હતી જે ૪૪૦ કરોડ પ્રકાશ વર્ષ દૂર હતા.

(3:42 pm IST)