Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

દિલ્હી-NCRમાં ૫.૮નો ભૂકંપ

ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડ-નેપાળમાં પણ આંચકો અનુભવાયો : દિલ્હીમાં ૪૩ સેકન્ડ સુધી ધરા ધ્રુજીઃ ઓફિસમાં કામ કરતા લોકોઍ આંચકો અનુભવ્યોઃ ભયનું લખલખુ

નવી દિલ્હી તા.૨૪: આજે બપોરે ૨.૩૦ કલાકે દિલ્હી-ઍનસીઆરમાં ભૂકંપનો જારદાર આંચકો આવ્યો હોવાનુજાણવા મળે છે.

આ આંચકાની તિવ્રતા ૫.૮ માપવામાં આવી છે અને દિલ્હી-ઍનસીઆરમાં ધરા ૪૩ સેકન્ડ સુધી ધ્રુજી ઉઠતા લોકોઍ પણ તેનો અનુભવ કર્યો હતો. ઓફિસમાં કામ કરતા લોકોઍ આંચકો અનુભવી ધ્રુજી ઉઠ્યા હતા. જાન-માલના નુકશાનના કોઇ અહેવાલ મળ્યા નથી.

ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડ-નેપાળ સુધી આ ભૂકંપ આવ્યો હોવાનું જાહેર થયુ છે. દહેરાદુન, પિથોરાગઢ અને અલમોડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપના કારણે ઘરમાં રહેતા લોકો પણ ભયના માર્યા બહાર દોડી આવ્યા હતા.

અત્રે ઍ નોîધનીય છે કે, નવા વર્ષે દિલ્હીમાં અત્યાર સુધીમાં ૩ વખત ભૂકંપ આવી ચૂક્યો છે. ઉત્તરપ્રદેશના અનેક શહેરોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

(3:11 pm IST)