Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

અભિનેત્રી રાખી સાવંત વિરુદ્ધ કાર્યવાહી પર આજ મંગળવાર સુધી બોમ્બે હાઈકોર્ટની રોક

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે સોમવારે મુંબઈ પોલીસને નિર્દેશ આપ્યો છે કે અભિનેત્રી રાખી સાવંત વિરુદ્ધ એક મોડેલ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં સુનાવણીની આગામી તારીખ સુધી કાર્યવાહી ન કરે. આ કેસની આગામી સુનાવણી આજ 24 જાન્યુઆરીએ થશે. રાખી દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ કર્ણિકે આ નિર્દેશ આપ્યો હતો.

નોંધનીય છે કે મૉડલ શર્લિન ચોપરાએ રાખી સાવંત વિરુદ્ધ FIR દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે મીડિયામાં તેના અશ્લીલ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યા હતા અને તેની વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કરવામાં આવ્યા હતા. જામીન અરજીની દલીલ કરતા એડવોકેટ સંજય મિશ્રાએ દલીલ કરી હતી કે રાખી સામે નવેમ્બર 2022માં એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તે તપાસમાં સહકાર આપી રહી છે અને તેણે પોતાનો મોબાઈલ ફોન અને લેપટોપ પોલીસને આપી દીધા છે.

એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર શ્રીકાંત ગાવંડેએ કોર્ટને માહિતી આપી હતી કે સાવંત ગયા અઠવાડિયે પૂછપરછ માટે પોલીસ સમક્ષ હાજર થયા હતા પરંતુ તેણે ફોન આપતા પહેલા વીડિયો ડિલીટ કરી દીધો હતો. જસ્ટિસ કર્ણિકે તપાસ અધિકારીને આવતીકાલે કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે

(1:37 pm IST)