Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

દારૂની આડઅસરઃ નશામાં ધૂત મુંબઈની યુવતીએ બેંગ્‍લોરથી મંગાવી બિરયાની

કંપની દ્વારા પણ તેનો ઓર્ડર સ્‍વીકારવામાં આવ્‍યો

મુંબઇ,તા. ૨૪ ભારતીયોની મોસ્‍ટ ફેવરિટ ડિશ એટલે બિરયાની.. અને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતી વખતે પણ ભારતીયો બિરયાની ખૂબ જ પસંગ કરી રહ્યા છે. ઓનલાઈન ફૂડ ડિલીવરી કરનાર એપ ઝોમેટા અને સ્‍વિગી દ્વારા ૨૦૨૨ અને ૨૦૨૧મા ઝોમેટો ડિલિવરી એપમાં સૌથી વધુ બિરયાનીનો ઓર્ડર આપે છે.

પરંતુ મુંબઈમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી હતી અને તેમાં દારુના નશામાં આ યુવતીએ ઓનલાઈન બેંગ્‍લોરથી બિરયાની ઓર્ડર કરી હતી. યુવતીએ ભૂલથી પોતાના મોબાઈલ પરથી બેંગ્‍લોરના એક મેઘના ફૂડ રેસ્‍ટોરન્‍ટમાંથી બિરયાની ઓર્ડર કરી હત અને મહત્ત્વનું એટલે કંપની દ્વારા પણ તેનો ઓર્ડર સ્‍વીકારવામાં આવ્‍યો હતો. આ એક ઓર્ડર માટે તેને ૨,૫૦૦ રુપિયાનું બિલ મોકલવામાં આવ્‍યું હતું. યુવતીએ આ ઓર્ડરનો સ્‍ક્રીન શોટ સોશિયલ મીડિયા પર શેયર કર્યો હતો. @subii નામના ટ્‍વીટર એકાઉન્‍ટ પરથી આ સ્‍ક્રીનશોટ શેર કરવામાં આવ્‍યો હતો.

૨૧મી જાન્‍યુઆરીએ યુવતીએ આ પોસ્‍ટ ટ્‍વીટર પર શેર કરી હતી. ત્‍યાર બાદ આ પોસ્‍ટ વાઈરલ થવા લાગી અને તેને ચાર લાખથી ૯૦ હજાર લોકો લાઈક કરી ચૂક્‍યા છે. એટલું જ નહીં યુવતીની આ પોસ્‍ટ પર ઝોમેટોવાળાએ પણ કમેન્‍ટ કરી હતી. નેટિઝન્‍સ ઝોમેટોએ આ ઓર્ડર સ્‍વીકાર જ કેવી રીતે કર્યો એવો સવાલ પણ કરી રહ્યા છે ત્‍યારે ઝોમેટો દ્વારા એવો જવાબ પણ આપવામાં આવ્‍યો હતો કે ઝોમેટો લેજેન્‍ડ્‍સ.. એક ઈન્‍ટરસિટી ડિલીવરી સર્વિસ આપવાની તક..

આ બધામાં પણ મજાની વાત તો એ હતી કે આ યુવતીને ઈન્‍ટરસિટી ઓર્ડર ડિલીવરી કરવામાં આવ્‍યો હતો અને તમે આ બિર્યાણીનો ફોટો ટ્‍વીટર પર પણ પોસ્‍ટ કર્યા હતા. દરમિયાન લોકો એવી ચર્ચા પણ કરી રહ્યા છે કે ઈન્‍ટરસિટી ફૂડ ડિલીવરી સર્વિસ ઝોમેટો દ્વારા આપવામાં આવી રહી છે એટલે આપણે પણ બીજા શહેરમાંથી ઓર્ડર આપી શકીએ છીએ.

(10:59 am IST)