Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

બજેટમાં રજુ થઇ શકે છે વધુ એક આયકર માફી યોજના

વિવાદ સે વિશ્વાસ અને તમામનો વિકાસ જેવી યોજનાનો બીજો તબક્કો લાવવા તૈયારી : પેન્‍ડીંગ કેસોનું ભારણ ઘટશે : ૩૮૦૦૦ કરોડની આવક થઇ શકે છે : આ જ રીતે કસ્‍ટમ એમનેસ્‍ટી યોજના પણ આવે તેવી શક્‍યતા

નવી દિલ્‍હી તા. ૨૪ : ટેક્‍સ વિવાદોના ઉકેલ માટે વિવાદ સે વિશ્વાસ અને સબકા વિશ્વાસ જેવી આવકવેરા માફી યોજનાઓના પ્રથમ તબક્કાની સફળતાને જોતા સરકાર આ વખતે બજેટમાં તેના બીજા તબક્કાની જાહેરાત પણ કરી શકે છે. એટલે કે જૂના ટેક્‍સ વિવાદોના સમાધાન માટે બીજી તક મળવાની સંભાવના છે. આ મામલા સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે નાણા મંત્રાલય આવી સ્‍કીમ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

સૂત્રોનું કહેવું છે કે યોજના સંબંધિત ટેક્‍સ વિવાદોમાં ૧૦ થી ૨૦ ટકા દંડ લાદવાની શક્‍યતા પર વિચાર કરી રહી છે. જયારે, સામાન્‍ય રીતે ટેક્‍સ વિવાદોમાં ભારે દંડ લાદવામાં આવે છે. આ પ્રકારની કર માફી યોજનાને એમ્‍નેસ્‍ટી સ્‍કીમ કહેવામાં આવે છે. સરકારનું માનવું છે કે આ યોજનાથી પેન્‍ડિંગ કેસોનું ભારણ ઘટશે. આ સિવાય આમાંથી ૩૮ હજાર કરોડ રૂપિયાની આવક પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જયારે સરકારે આવી યોજના જાહેર કરી હતી ત્‍યારે તેને ઘણી સફળતા મળી હતી. આ સાથે લગભગ ૯૨ હજાર કરોડ રૂપિયાની આવક પણ થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે આ સ્‍વ-ઘોષણા હેઠળ જૂના ટેક્‍સ કેસોનો નિકાલ કરવામાં આવશે.

 વિશ્વાસ જેવી કર માફી યોજનાઓ કરદાતાઓ માટે ઘણી રીતે ફાયદાકારક છે. સામાન્‍ય રીતે આમાં ૧૦ થી ૨૦ ટકા દંડ વસૂલવામાં આવે છે. જયારે ટેક્‍સ વિભાગ વિવાદો સાથે સંકળાયેલા ટેક્‍સ કેસમાં ૧૦૦ ટકાથી વધુ દંડ લાદે છે. ઘણી વખત સંબંધિત પક્ષકારો માટે ઉચ્‍ચ દંડ ચૂકવવો શક્‍ય નથી, જેના કારણે તેઓ તેને કોર્ટમાં પડકારે છે. જેના કારણે ટેક્‍સના નુકસાનની સાથે આવકવેરા વિભાગ પર પેન્‍ડિંગ કેસોનું ભારણ વધે છે.

આવકવેરાની સાથે, નાણા મંત્રાલય કસ્‍ટમ્‍સ એટલે કે કસ્‍ટમ ડ્‍યુટી સંબંધિત ટેક્‍સ વિવાદો માટે ટેક્‍સ એમ્‍નેસ્‍ટી સ્‍કીમ પર વિચાર કરી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે જૂની ટેક્‍સ એમ્‍નેસ્‍ટી સ્‍કીમની સફળતા ઉપરાંત કોરોના મહામારી, રશિયા-યુક્રેન સંકટ અને વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થામાં મંદીના સંકેતો છતાં ગત વર્ષે નિકાસમાં ઝડપી ઉછાળો આવ્‍યો છે.

ઉદ્યોગનો વિશ્વાસ વધારવા માટે, સરકાર કસ્‍ટમ ડ્‍યુટીના પેન્‍ડિંગ કેસો માટે ટેક્‍સ માફીની યોજનાની શક્‍યતાઓ પણ શોધી રહી છે.

 

શું ફાયદો થશે

  •      પેન્‍ડિંગ કેસ સ્‍વ-ઘોષણા દ્વારા ઝડપથી ઉકેલવામાં આવશે
  •      આવકવેરા વિભાગ કરદાતાઓ પાસેથી કેસો પાછા ખેંચશે,
  •      આવકવેરા વિભાગ પર કરના કેસોનું ભારણ ઘટશે
  •      યોજનાના પ્રમોશનને કારણે આવકમાં વધારો
  •      ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એટલે કે સરળતા વ્‍યવસાય કરવાથી વેગ મળે છે      
(10:47 am IST)