Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

બેંગ્લોર પોલીસે ગેરકાયદેસર રીતે વસવાટ કરવા બદલ 19 વર્ષીય પાકિસ્તાની મહિલાને ઝડપી લીધી

મહિલા ગત વર્ષે ભારત – નેપાળ સીમાથી દેશમાં પ્રવેશેલી હતી:આ મહિલાની ઓળખ – ઈકરા જીવાની તરીકે સામે આવી

બેંગ્લોર પોલીસે ગેરકાયદેસર રીતે વસવાટ કરવા બદલ 19 વર્ષીય પાકિસ્તાની મહિલાની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે મહિલા ગત વર્ષે ભારત – નેપાળ સીમાથી દેશમાં પ્રવેશી હતી. આ મહિલાની ઓળખ – ઈકરા જીવાની તરીકે સામે  આવી છે.

પોલીસ તપાસમાં મહિલાએ જણાવ્યું કે તે ગેમિંગ એપ પર 25 વર્ષીય મુલાયમ સિહંના પ્રેમમાં પડી હતી અને પછી તેમણે લગ્ન કરી લીધા હતા. મુલાયત સિંહ ઉતર પ્રદેશનો વતની છે અને સિક્યોરિટી ગાર્ડનું કામ કરે છે. પ્રાપ્ત વિગતો અનુસાર બંને લોકો એપના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને પછી પ્રેમ થઈ ગયો હતો. નેપાળના માર્ગે ભારતમાં પ્રવેશ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.

આ પછી યાદવ ઈકરાને બેંગ્લોર લઈ  આવ્યો હતો અને હાલ સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. મુલાયમ સિંહ પર આરોપ છે કે તેણે ઈકરા જીવાનીનું રાધા યાદવાના નામે આધારકાર્ડ પણ બનાવડાવ્યું હતું. ઈકરા પાકિસ્તાનમાં તેના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે ઈન્ટેલિજન્સ એજન્સીની રડારમાં આવી હતી. બંનેની પૂછપરછ કર્યા પોલીસે ધરપકડ કરી છે. આ બંને જ્યાં રહેતા હતા એ ઘરના માલિક સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(11:29 am IST)