Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

અમૃતસરમાં શ્રી ગુરુ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રેડ અલર્ટ જાહેર

75 રૂપિયા ટિકીટવાળી દર્શક ગેલેરીમાં લોકોની એન્ટ્રી 30 જાન્યુઆરી સુધી બંધ: એરપોર્ટની અંદર ગુરુદ્વારા સ્તસર સાહિબ જનારા શ્રદ્ધાળુઓને અંદર જવા પણ બંધ કરી દેવાઈ

નવી દિલ્હી :  પંજાબના અમૃતસરમાં શ્રી ગુરુ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પહેલાં સુરક્ષા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 આ સુરક્ષા કાર પાર્કિંગ સિટી સાઈડ યાત્રી એટલે હોલની અંદર પ્રવેશ કરવા અને બહાર નીકળનારા ગેટ પર વધારવામાં આવી છે. તે અંતર્ગત 75 રૂપિયા ટિકીટવાળી દર્શક ગેલેરીમાં લોકોની એન્ટ્રી 30 જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવી છે. એરપોર્ટની અંદર ગુરુદ્વારા સ્તસર સાહિબ જનારા શ્રદ્ધાળુઓને અંદર જવા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. 

 

(9:52 pm IST)