Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

મુંબઇમાં રેલી દરમિયાન ઔવેશી પર ચપ્પલ ફેંકાયુ

ટ્રિપલ તલાક વિરૂધ્ધ બોલી રહ્યા હતા

મુંબઇ તા. ૨૪ : દક્ષિણ મુંબઈના નાગપાડા વિસ્તારમાં એક રેલીને સંબોધન દરમિયાન એઆઈએમઆઈએમના પ્રમુખ અસુદ્દીન ઔવેસી પર મંગળવારે રાત્રે એક વ્યકિતએ ચપ્પલ ફેંકયા છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં સાંસદને ચપ્પલ લાગ્યા નથી. આરોપીની ઓળખ કરી લેવાઈ છે અને તેની જલ્દી જ ધરપકડ કરી લેવામાં આવી છે. મંગળવારે રાત્રે અંદાજે પોણા દસ વાગ્યે ઔવેસી ટ્રિપલ તલાક મુદ્દાની વિરુદ્ઘમાં બોલી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.

સાંસદ અસુદ્દીન ઔવેસીએ જણાવ્યું કે, હું મારા લોકતાંત્રિક અધિકાર માટે મારો જીવ પણ આપવા તૈયાર છુ. આ બધા નિરાશ લોકો છે, જે એવું જોઈ નથી શકતા કે, ટ્રિપલ તલાક પર સરકારનો નિર્ણય જનતા, ખાસ કરીને મુસલમાનોએ સ્વીકાર નથી કર્યો. આ લોકો (ચપ્પલ ફેંકનારાના) તેમાંથી એક છે જે, મહાત્મા ગાંધી, ગોવિંદ પાનસરે અને નરેન્દ્ર ડાભોળકરના હત્યારાઓની વિચારધારાનું અનુસરણ કરે છે.હૈદરાબાદના સાંસદે કહ્યું કે, તેઓ અમારો અવાજ દબાવી નથી શકતા. તમે જયારે સચ્ચાઈના રાસ્તે ચાલો છો, તો લોકો તમારા રસ્તામાં કાંટા વિખેરે છે. આ બધું અમને તેમના વિરુદ્ઘ બોલવાથી નહિ રોકી શકે. મને જે કહેવું હતું તે મેં કહ્યું અને કાર્યક્રમ સફળતાપૂર્વક થયો. હું એવું કહેવા માગું છું કે, હું કોઈ પણ સુરક્ષા વગર દેશમાં અહીતહીં જઈશ. તમે જે કરવા માગો છો તે કરી શકો છે, પરંતુ મારો અવાજ દબાવી નહિ શકો.

(2:51 pm IST)