Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

મુંબઈમાં ૧૬ મુમુક્ષુઓએ દિક્ષા ગ્રહણ કરીઃ વિજય પ્રસ્થાન ઉત્સવ ઉજવાયો

અમદાવાદ,(કેતન ખત્રી): ૧૬ યુવક-યુવતીઓએ તા.૨૨ જાન્યુઆરીના વસંતપંચમીના દિને મુંબઈ-બોરીવલીમાં એકી સાથે જૈન દિક્ષા અંગીકાર કરી જૈન સાધુ-સાધ્વી બની ગયા છે. મુંબઈ નગરીમાં પ્રથમવાર ઐતિહાસિક વિજય પ્રસ્થાન ઉત્સવ તા.૧૯ થી ૨૨ના યોજાયો હતો. આચાર્ય દેવેશ શ્રીમદ વિજયયુગ ભૂષણ સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં આ દિક્ષા મહોત્સવ યોજાયો હતો.

ચેતન દેઢિયા મુની શ્રી તત્વભૂષણ વિજયજી,ચંદ્રશ પોલડિયા મુની શ્રી ચંદ્રભૂષણ વિજયજી, પ્રિતેશ લોડાયા મુનીશ્રી પ્રશમભૂષણ વિજયજી, સંકેત પારેખ મુનીશ્રી સંવેગભૂષણ વિજયજી મહરાજ, તથા ધર્મિલ દેઢિયા મુનીશ્રી ધૈર્યભૂષણ વિજયજી મહારાજ તરીકે ઓળખાશે.

જયારે મીતા દેઢીયા સાધ્વીજી માર્દવનિધીશ્રીજી મહારાજ, કીર્તિકા દેઢીયા સાધ્વીજી કર્તવ્યનિધિશ્રીજી મહરાજ, હેમલ લોડાયા સાધ્વીજી હર્ષનિધિશ્રીજી મહારાજ, વિરલ દેઢિયા, સાધ્વીજી વૈરાગ્યનિધિશ્રીજી મહારાજ, પરીન શાહ, સાધ્વીજી પ્રશમનિધિશ્રીજી મહારાજ, સ્નેહા કટારિયા સાધ્વીજી દક્ષનિધિશ્રીજી મહારાજ, પ્રિયા ફુરિયા સાધ્વીજી પરમનિધિશ્રીજી, દૃષ્ટિ દેઢિયા સાધ્વીજી દિવ્યાનિધિશ્રીજી મહારાજ, ખ્યાતિ દેઢીયા સાધ્વીજી જ્ઞાનનિધિશ્રીજી મહારાજ, ખુશ્બુ દેઢિયા સાધ્વીજી જિતનિધિશ્રીજી મહારાજ તથા યાશિકા લોડાયાનું સાધ્વીજી યુગનિધિશ્રીજી મહારાજ તરીકે નામાભિધાન કરાયું હતુ.(૩૦.૩)

 

(11:40 am IST)