Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

દિલ્હી મેડિકલ કાઉંસિલ (DMC)એ બે જોડીયા બાળકોને મૃત જાહેર કરવાનાં મામલામાં કથિત તબીબી બેદરકારીનાં મામલામાં શાલીમાર બાગ સ્થિત મેક્સ હોસ્પિટલનાં 9 ડોક્ટરો અને 2 નર્સને એક નોટિસ પાઠવી

દિલ્‍હી: દિલ્હી મેડિકલ કાઉંસિલ (DMC)એ બે જોડીયા બાળકોને મૃત જાહેર કરવાનાં મામલામાં કથિત તબીબી બેદરકારીનાં મામલામાં શાલીમાર બાગ સ્થિત મેક્સ હોસ્પિટલનાં 9 ડોક્ટરો અને 2 નર્સને એક નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલે બે જોડીયા બાળકોને મૃત જાહેર કર્યા હતાં જોકે, તેમાનું એક બાળક જીવીત હતું. ડીએમસીએ 20 ડિસેમ્બરે નોટિસ પાઠવી હતી અને 15 દિવસમાં જવાબ આપવા જણાવ્યું હતું.

કાઉંસિલનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, હોસ્પિટલનાં તબિબિ અધિકારીનાં માધ્યમથી 9 ડોક્ટરો અને 2 નર્સોને નોટિસ મોકલવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ પહેલા મીડિયમાં આવેલ ખબરોનાં આધારે, અમે મેક્સ હોસ્પિટલ પાસે એક જવાબ માંગ્યો હતો અને તેમણે લગભગ એક અઠવાડિયા પહેલા તેનો જવાબ આપ્યો હતો. આ વખતે અમે ડોક્ટરો અને નર્સો પાસેથી વ્યક્તિગત જવાબ માંગ્યા છે.

(10:52 pm IST)