Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ભારત સાથે સદ્દામ હુસૈનના સબંધ સારા :એકમાત્ર નેતા હતા જે અમેરિકા સામે ક્યારેય ઝુક્યા નહતા.

-- આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુજરાત ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના લુકની તુલના ઇરાકના પૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન સાથે કરી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના લુકની તુલના ઇરાકના પૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન સાથે કરી હતી. સદ્દામ હુસૈનને 30 ડિસેમ્બર, 2006માં ફાંસી પર લટકાવવામાં આવ્યા હતા.

સદ્દામ હુસૈનનો સૌથી ચર્ચિત લુક તે છે જેમાં તેમના ચહેરા પર ભરાવદાર મૂછો અને દાઢીના વાળ સફાચટ હોય છે. સદામ હુસૈનની જે તસવીરોમાં લાંબેલી દાઢી સાથે જોવા મળે છે, તે તેમના કદ દરમિયાન ખેચાયેલી તસવીર છે.

હેમંત બિસ્વા સરમાએ ગુજરાત ચૂંટણીમાં કહ્યુ હતુ કે, ” અત્યારે મે જોયુ કે તેમનું (રાહુલ ગાંધી)નો ચહેરો બદલાઇ ગયો છે. ચહેરો બદલવો કોઇ ખરાબ વાત નથી, તમારે ચહેરો બદલવો છે તો વલ્લભભાઇ પટેલ, જવાહરલાલ નેહરૂ કે પછી ગાંધીજી જેવો કરી લો પરંતુ તમારો ચહેરો સદ્દામ હુસૈન જેવો કેમ થતો જઇ રહ્યો છે.”

અત્યારે ભલે ગુજરાત ચૂંટણીમાં સદ્દામ હુસૈનને ઘસેડવામાં આવતા હોય પણ ભારત સાથે સદ્દામ હુસૈનના સબંધ સારા હતા. તે એકમાત્ર નેતા હતા જે અમેરિકા સામે ક્યારેય ઝુક્યા નહતા.

1971ની ભારત-પાકિસ્તાનની લડાઇમાં ઇરાકમાં બાકી અરબ દેશો સાથે પાકિસ્તાનનો પક્ષ લીધો હતો. 1980ના દાયકામાં ભારતે ઇરાકી વાયુસૈનિકોને ટ્રેનિંગ આપી હતી. ઇન્દિરા ગાંધીના સમયે ભારત વિશ્વમાં સૌથી તાકાતવર હતુ.

ઇન્દિરા ગાંધીની 1975 ઇરાક યાત્રા પર યજમાન સદ્દામ હુસૈને તેમની સૂટકેસ ઉઠાવી હતી. જ્યારે રાયબરેલી લોકસભા ચૂંટણીમાં તે હારી ગયા તો ઇન્દિરા ગાંધીને બગદાદમાં સ્થાઇ ઘરની રજૂઆત સદ્દામ હુસૈને કરી હતી. પોખરણ દ્વિતીય પર અટલ બિહારી વાજપેયીની સરકારને સદ્દામ હુસૈને શુભકામના પાઠવી હતી. જ્યારે કેટલાક રાષ્ટ્રોએ આર્થિક પ્રતિબંધ લગાવ્યા હતા.

એવુ પણ કહેવામાં આવે છે કે સદ્દામ હુસૈનના બન્ને પુત્ર ઉદય અને કુશયનું નામકરણ પણ ઇન્દિરા ગાંધીએ જ કર્યુ હતુ.

(7:53 pm IST)