Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

ચૂંટણી પ્રચારના કારણે ચાર્ટર વિમાન, હેલીકોપ્ટરની માંગ વધી

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨

નવી દિલ્હી, તા.૨૩: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ૧ અને ૫ ડીસેમ્બરે મત થવાનું છે અને પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. નેતાઓના ટાઇટ શેડયુલના કારણે ચાર્ટર વિમાનો અને હેલીકોપ્ટરોની માંગ વધી ગઇ છે. ઉદ્યોગના ખેલાડીઓના અંદાજ અનુસાર ચાર્ટર હવાઇ વાહનોની માંગમાં ઓછામાં ઓછો ૫૦ ટકા વધારો રાજકીય નેતાઓના કારણે છે.

ગત વર્ષોની જેમ શેડયુલ્ડ ફલોાઇટોમાં જવાના બદલે આ વખતે મોટા ભાગના રાજકીય નેતાઓ ચાર્ટર વિમાનમાં ગુજરાત આવે છે અને રાજયમાં ફરવા માટે હેલીકોપ્ટરનો ઉપયોગ કરે છે. કદાવર ગામના મુખ્ય નેતાઓની આ શ્રૃંખલામાં વડાપ્રધાન મોદી, દિલ્હીના મુખ્ય પ્રધાન અને 'આપ'ના વડા અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી ગુજરાતમાં આવી ચૂકયા છે. હજુ પણ ચાર્ટર ફલાઇટોની માંગમાં જોરદાર વધારો થવાની આશા છે.

સુત્રોએ કહ્યું કે અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી નવેમ્બર મહિનાના પહેલા પખવાડીયમાં ૪૦૦ ચાર્ટર વિમાન અને હેલીકોપ્ટરો ઉડયા હતા. ઓકટોબરના આખા મહિનામાં ૬૦૦ જેટલી ચાર્ટર ફલાઇટો ઉડી હતી.

અમદાવાદ સ્થિત એક એવીએશન કંપનીના સીનીયર અધિકારીએ કહ્યું કે ગયા  મહિને ડીફેન્સ એકસ્પોના કારણે કોર્પોરેટ જગતની માંગ હતી જયારે આ મહિને મોટા ભાગની માંગ રાજકીય નેતાઓની છે. તેમણે કહ્યું કે કોઇ રાજકીય પક્ષ જો એક દિવસ માટે પણ ચાર્ટર વિમાન રાખે તો તેનો ખર્ચ ૧૫ થી ૩૦ લાખ રૃપિયા થાય છે.

(2:59 pm IST)