Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોમાં વડાપ્રધાન મોદીનું નામ સામેલ

ટાઇમ મેગેઝીને જાહેર કરી યાદી : બોલિવુડ એકટર આયુષમાન ખુરાના, સુંદરપિચાઇ, શાહીનબાગમાં ધરણા પર બેસનાર બિલ્કસનું નામ સામેલ : શી જિનપિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ, કમલા હેરિસ, જો બાઇડન, જર્મન ચાન્સલર અને એન્જેલા માર્કેલ સહિતના નેતાઓનો સમાવેશ

નવી દિલ્હી તા. ૨૩ : અમેરિકાની પ્રસિદ્ઘ ટાઈમ મેગેઝિન દ્વારા TIME 100 Most Influential લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સ્થાન મળ્યું છે. આ યાદીમાં અન્ય ભારતીય લોકોમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, અભિનેતા આયુષ્માન ખુરાના, એચઆઈવી પર શોધ કરનાર રવિંદર ગુપ્તા અને શાહીનબાગને ઘેરવામાં સમાવિષ્ટ બિલ્કિસનો પણ સમાવેશ થયો છે. પીએમ મોદી ઉપરાંત આ લિસ્ટમાં શી જિનપિંગ, તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ વેન, ડોનાલ્ડ ટ્રમ્પ, કમલા હેરિસ, જો બાઈડન, જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલ સહિત દુનિયાભરના અનેક નેતાઓનો સમાવેશ કરાયો છે.

ટાઈમ મેગેઝિને આ વખતે પણ પીએમ મોદીને લઈ આકરી ટિપ્પણીઓ કરી હતી. મેગેઝિનમાં લખાયું કે, લોકતંત્ર માટે સૌથી વધારે જરૂરી સ્વતંત્ર ચૂંટણી નથી. તેમાં ફકત એ ખ્યાલ આવે છે કે કોને સૌથી વધારે વોટ મળ્યા છે. ભારત ૭ દાયકાઓ કરતાં પણ વધારે સમય સુધી દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર રહ્યું છે. ભારતની ૧.૩ અરબની આબાદીમાં દરેક ધર્મનાં લોકો સામેલ છે.

ટાઈમની સૌથી પ્રભાવશાળી વ્યકિતઓની લિસ્ટમાં નરેન્દ્ર મોદી ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ વેન, કમલા હેરિસ, જો બાઈડન, જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ સહિત દુનિયાભરનાં અનેક નેતાઓ સામેલ છે.

(3:30 pm IST)