Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

આમાં ન્યાયમાં વિલંબ ન થાય તો બીજું શું થાય ? : દેશમાં હાઇકોર્ટ જજની 453 જગ્યા ખાલી : રાજ્યસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં કાનૂન મંત્રી કિરણ રિજ્જુએ આપેલી માહિતી

ન્યુદિલ્હી :  દેશમાં હાઇકોર્ટ જજની કેટલી જગ્યા ખાલી છે અને તે ક્યારે પુરાશે તેવો પ્રશ્ન રાજ્યસભામાં ટેબલ ઉપર મુકાયો હતો. જેના જવાબમાં  કાનૂન મંત્રી કિરણ રિજ્જુએ જણાવ્યું હતું કે  દેશમાં 15 જુલાઈ 2021 સુધી હાઇકોર્ટ જજની 453 જગ્યા ખાલી છે.

તેમણે જણાવ્યું હતું કે અલ્હાબાદ ,છત્તીસગઢ ,હિમાચલ પ્રદેશ ,તથા કલકત્તામાં કાયમી ચીફ જસ્ટિસ નથી.

પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું કે દેશના જુદા જુદા રાજ્યોમાં આવેલી હાઇકોર્ટ્સમાં જજની કેટલી જગયાઓ ખાલી છે.અને તે ક્યારે ભરાશે કે જેથી પડતર કેસોનો નિકાલ થાય .

આથી કાનૂન મંત્રીએ ઉપરોક્ત માહિતી આપી હતી તથા જણાવ્યું હતું કે ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા ચાલુ છે. જે તે માટેની રીત રસમ પૂર્ણ થયે ભરાશે.તે માટે કોઈ નિશ્ચિત સમય આપી શકાય નહીં.તેવુંબી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:38 pm IST)