Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

ભત્રીજા અભિષેકની હત્યાના પ્રયાસો થઈ રહ્યા છે :ભાજપ પર મમતા બેનર્જીનો મોટો આરોપ

મમતાએ સવાલ કર્યો હતો કે જો ભાજપને ચૂંટણી જીતવાનો વિશ્વાસ છે તો તે વિપક્ષના નેતાઓને શા માટે ધમકાવી રહી છે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. ચૂંટણી રેલી દરમિયાન મમતાએ સવાલ કર્યો હતો કે જો ભાજપને ચૂંટણી જીતવાનો વિશ્વાસ છે તો તે વિપક્ષના નેતાઓને શા માટે ધમકાવી રહી છે.   લોકસભા ચૂંટણીને લઈને રાજનીતિ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. મંગળવારે મમતાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તેની વિરુદ્ધ બોલી રહેલા લોકોને મારી નાખવા અથવા જેલમાં ધકેલી દેવાનો પ્રયાસ કરી રહી છે. બીરભૂમથી તૃણમૂલ કોંગ્રેસના લોકસભા ઉમેદવાર શતાબ્દી રોયના સમર્થનમાં એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું કે ભાજપ વિપક્ષી નેતાઓને ડરાવે છે.

 

(11:43 pm IST)