Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

રાહુલ ગાંધીની સજા પર કોંગ્રેસે કરી જાહેરાત : કાલે વિજય ચોક સુધી કરશે કૂચ : વિરોધ પક્ષો પણ જોડાશે

રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો :સવારે 10 વાગ્યે વિપક્ષી પાર્ટીઓની બેઠક મળશે: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સાથે બેઠક કરશે

નવી દિલ્હી : વાયનાડથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ગુજરાતની સુરત કોર્ટે 2 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે, જોકે, રાહુલ ગાંધીને તેમના ‘મોદી અટક’ નિવેદન માટે જામીન આપ્યા હતા અને તેમની સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી હતી, જેથી કોંગ્રેસ નેતા ચુકાદાને પડકારી શકે. કોર્ટના આ નિર્ણય બાદ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસે વિરોધની જાહેરાત કરી છે.

આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે તેમના નિવાસસ્થાને પાર્ટી નેતાઓ સાથે બેઠક યોજી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે અમે શુક્રવારે સવારે 11.30 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે વિજય ચોકમાં જઈશું. અમે રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. સવારે 10 વાગ્યે વિપક્ષી પાર્ટીઓની બેઠક મળશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સાથે બેઠક કરશે. સોમવારે પાર્ટી દિલ્હી અને વિવિધ રાજ્યોમાં પ્રદર્શન કરશે.

(12:00 am IST)