Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ચીનમાં ભાડા પર મળે છે ગર્લફ્રેન્ડઃ તહેવાર ટાણે લાગે છે હાઉસફુલના પાટિયા

જુવાનિયા માટે જારદાર ચાન્સ :છોકરીઓ આ ઍક પ્રકારની નોકરી સમજીને આ ક્ષેત્રમાં જોડાઇ રહી છેઃ ઍક દિવસમાં કમાય છે ૩૦થી ૬૦ હજાર રૂપિયા

બીજીંગ, તા.૨૩:તમે અત્યાર સુધી ભાડા પર મળતા મકાન, ફ્લેટ અથવા સામાન વિશે સાંભળ્યુ હશે, પરંતુ શું ક્યારેય ભાડા પર મળતી ગર્લફ્રેન્ડ વિશે સાંભળ્યુ છે. આવી વાત સાંભળવા જ અટપટી લાગે છે પરંતુ આ હકીકત છે. જી, હાં ચીનમાં આ પ્રકારનો સારો બિઝનેસ બની ગયો છે. હવે તમને ઍવો પણ વિચાર આવશે કે ઍવી શું જરુર પડી હશે કે અહીંની છોકરીઓ ભાડે ગર્લફ્રેન્ડ બનવા માટે તૈયાર થઇ ગઇ, આવો જાણીઍ શું છે મામલો...

સાઉથ ચાઇનાના ઍક રિપોર્ટ અનુસાર, ઍક વેબસાઇટ દ્વારા ભાડા પર ગર્લફ્રેન્ડ મળનારા આ બિઝનેસ ચીનમાં ઝડપથી વધી રહ્ના છે. છોકરીઓ આ ઍક પ્રકારની નોકરી સમજીને આ ક્ષેત્રમાં જોડાઇ રહી છે. મુમુ નામની છોકરી તેમાંથી ઍક છે. તેણે પોતાને આ વેબસાઇટ પર રજીસ્ટર કરી છે. તે ઍક સારી નોકરી કરી રહી હતી, તેની સેલેરી ૭૨૫ ડોલર (લગભગ ૬૦ હજાર રુપિયા) છે, પરંતુ વિકેન્ડ પર ખાલી સમયમાં ભાડાની ગર્લફ્રેન્જના રુપે કામ કરે છે.

મુમુઍ જણાવ્યું કે, લૂનર ન્યુ યર, મે ડે હોલિડે, ડ્રૈગન બોટ ફેસ્ટિવલ અને નેશનલ ડે હોલિડે જેવા સમય પર ભાવ વધારે રહે છે. આ દિવસોમાં તે ઍક દિવસની ગર્લફ્રેન્ડ બનવાના ૩૬૦ ડોલર(લગભગ ૩૦ હજાર રુપિયા) ચાર્જ કરે છે. વધુમાં તેણે કહ્નાં કે, લૂનર ન્યુ યરમાં હું બહુ બિઝી હતી. તે સમયે ઍક જ દિવસે ઍકથી વધારે લોકોઍ મારો સંપર્ક કર્યો હતો. તે દરમિયાન બે અઠવાડિયામાં ૫ લાખની કમાણી થઇ હતી.

મહિલાઓ મુજબ, મોટાભાગના કસ્ટમર તેમના માતા-પિતાને મળાવવા માટે હાયર કરે છે. તથા ઘણા લોકો નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવવા હાયર કરે છે. જેથી તેની સાથે લગ્નના કપડામાં ફોટો પડાવી શકે. ઍક રિપોર્ટ અનુસાર, ચીનમાં મા-બાપ પોતાના બાળકોને લૂનર ન્યુ યરની રજાઓ દરમિયાન બ્લાઇન્ડ ડેટ પર જવા માટે મજબૂર કરે છે. તેવામાં જે બાળકોને લગ્ન કરવા નથી હોતા, તે લગ્નને ટાળવા માટે નકલી ગર્લફ્રેન્ડ બનાવીને માતા-પિતાને મળાવીને કહે છે કે તેઓ પહેલાથી જ રિલેશનશિપમાં છે.(૨૩.૮)

 

(11:42 am IST)