Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

શાર્ક ટેન્‍ક ઇન્‍ડિયાના જજ અનુપમ મિત્તલ હોસ્‍પિટલમાં : હાથ ભાંગ્‍યો

બેડ પરથી ફોટો અને વિડિયો શેર કર્યો : ફેન્‍સ ચિંતિત

નવી દિલ્‍હી તા. ૨૩ : શાર્ક ટેન્‍ક ઈન્‍ડિયાની બીજી સીઝન દર્શકોને પસંદ આવી હતી. શોને લઈને કોઈને કોઈ સમાચાર બહાર આવતા રહે છે. જો કે, આ વખતે જે અપડેટ સામે આવ્‍યું છે તે થોડું પરેશાન કરનારૂં છે. શાર્ક ટેન્‍ક ઈન્‍ડિયાના જજ અનુપમ મિત્તલના હાથમાં ઈજા થઈ છે અને તેમણે ચાહકો માટે એક સંદેશ શેર કર્યો છે.

અનુપમ મિત્તલ ૫૧ વર્ષની ઉંમરે પણ ફિટ એન્‍ડ ફાઈન છે. તે હેલ્‍ધી ડાયટ અને વર્કઆઉટ પર ઘણું ફોકસ કરે છે. તાજેતરમાં, શાર્ક ટેન્‍ક ઈન્‍ડિયાના જજે હોસ્‍પિટલના પલંગ પરથી ફોટા અને વીડિયો શેર કરીને ચાહકોને તેની ઈજા વિશે માહિતી આપી હતી.

અનુપમ મિત્તલે ઈન્‍સ્‍ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે હોસ્‍પિટલના બેડ પર પડેલા જોવા મળી રહ્યા છે. આ પછી, બીજી તસવીરમાં તેના હાથમાં પ્‍લાસ્‍ટર બાંધેલું જોવા મળે છે. સર્જરી બાદ તે હસતા જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે અનુપમ મિત્તલે કેપ્‍શનમાં લખ્‍યું, જયારે મંઝિલ દૂર હોય ત્‍યારે વધુ મહેનતથી લડો.

આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્‍યું કે તે ઘણા વર્ષોથી પોતાને આકારમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ જયારે તે લક્ષ્ય સુધી પહોંચે છે ત્‍યારે જીવન તેને પાછળ ધકેલી દે છે.

અનુપમ મિત્તલની પોસ્‍ટ જોયા બાદ ફેન્‍સ તેમના માટે ચિંતિત છે. દરેક વ્‍યક્‍તિ જાણવા માંગે છે કે તે કેવી રીતે ઘાયલ થયા છે.અનુપમ મિત્તલના ચાહકો તેમના સ્‍વસ્‍થ થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.

અનુપમ મિત્તલે કપિલ શર્મા શોમાં વર્કઆઉટ પ્રત્‍યે પોતાનો પ્રેમ અને ફોકસ વ્‍યક્‍ત કર્યું છે. શોમાં ફિટનેસ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે તે અનેક પ્રકારની એક્‍સરસાઇઝ અને યોગા કરે છે. આનાથી તેઓ શારીરિક અને માનસિક રીતે સ્‍વસ્‍થ રહે છે. શારીરિક પ્રવૃત્તિ તેમને સુખ આપે છે.

બીજી તરફ અનુપમ મિત્તલની પ્રોફેશનલ લાઈફ પર નજર કરીએ તો તે શાદી.કોમના સ્‍થાપક છે. તેણે ૧૯૯૬માં કંપની શરૂ કરી હતી, શાદી.કોમ આજે એક મોટી બ્રાન્‍ડ બની ગઈ છે.

(10:17 am IST)