Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

નીરવ મોદીએ ઇડીને મોકલ્યો ઈમેલ :ભારત આવીશ નહિ અને દેણું ચૂકવીશ નહીં

ઇમેલમાં લખ્યું કે તે વિદેશમાં છે અને હજુ ઘણો વ્યસ્ત છે :તે ઇડીના સમન્સ પર રજૂ થઇ શકેશે નહીં : ઇડીએ સંપત્તિ સીલ કરતા તે કરજ નહીં ચૂકવી શકે :નીરવ મોદીએ ઇડી સમક્ષ રજૂ થવા કોઈ તારીખ પણ માંગી નહીં

નીરવ મોદીએ એક ઈમેલ મોકલીને ઇડીને કહ્યું છે કે તેઓ ના ભારત પાછો ફરશે અને ના તો કરજ ચુકવશે મામલે ઇડીએ પહેલા નીરવ મોદીને નોટિસ મોકલી હતી તેના જવાબમાં નીરવ મોદીએ ઇડીને ઈમેલ કર્યો છે કે તે ભારત પરત ફરશે નહિ,પંજાબ નેશનલ બેન્ક નીરવ મોદી પાસેથી કરજની રકમ વસૂલવા ઈચ્છે છે પરંતુ નીરવ મોદી પહેલા ના કહી ચુક્યો છે કે તેની સંપત્તિ ઇડીએ સીલ કરી છે જેના કારણે તે કરજ નહીં ચૂકવી શકે

 ઇડીએ જણાવ્યું હતું કે નીરવ મોદીને બે વાર સમન્સ મોકલ્યું છે આશા છે કે ઇડીના ઓફિસરો સમક્ષ 22મી ફેબ્રુઆરીએ હાજર થશે પરંતુ તે નથી આવ્યા ,નીરવ મોદીએ ઈમલ કરીને ઇડી સમક્ષ રજૂ થવાનો ઇન્કાર કરી દીધો હહે તેણે ઇમેલમાં લખ્યું છે કે તે વિદેશમાં છે અને હજુ ઘણો વ્યસ્ત છે જેથી કરીને તે ઇડીના સમન્સ પર રજૂ થઇ શકેશે નહીં ,અલબત્ત નીરવ મોદીએ ઇડી સમક્ષ રજૂ થવા કોઈ તારીખ પણ માંગી નથી

  ડાયમંડ વેપારી નીરવ મોદી સામે પીએનબીને 11000 કરોડથી વધુનો ચૂનો લગાડવાનો આરોપ છે કહેવાય રહ્યું છે કે તેને લેટર ઓફ અન્ડરટેકિંગ એટલે કે સાખપત્ર વગર બેન્ક માંથી રૂપિયા કરજ તરીકે લીધા અને પરત નહીં આપવાની સ્થિતિમાં દેશ છોડીને ભાગી ગયો છે

(12:39 am IST)