Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

પદ્માવત ફિલ્મના વિરોધમાં અમદાવાદમાં મોડી સાંજે કરણી સેના દ્વારા કેન્ડલ માર્ચ પછી બેકાબુ બનેલ બાઇકસવાર ટોળાએ 4 મોલને નિશાન બનાવ્યા :30 વાહનોમાં તોડફોડ :15ને આગ ચાંપી :પથ્થરમારો :હળવો લાઠીચાર્જ

અમદાવાદ : પદ્માવત ફિલ્મના વિરોધમાં અમદાવાદમાં મોડી સાંજે કરણી સેના દ્વારા કેન્ડલ માર્ચ પછી બેકાબુ બનેલ બાઇકસવાર ટોળાએ 4 મોલને નિશાન બનાવ્યા :30 વાહનોમાં તોડફોડ :15ને આગ ચાંપી :પથ્થરમારો :હળવો લાઠીચાર્જ :પોલીસે સંયમ રાખ્યો :બપોરના મીટિંગ બાદ સાણંદથી 1000 રાજપૂત યુવાનો બાઈક પર આવેલા તેવું બહાર આવેલ છે :પીવીઆર સિનેમા ઉપરના માળે હોય એક્રોપોલીસ મોલ પાસે ટોળાએ શોરૂમના કાચના ભુક્કા બોલાવ્યા :ઇસ્કૉનથી પીવીઆર સુધી અઢી કિમિ રસ્તાને તથા પીવીઆર થલતેજ સર્કલથી સિટીમાં જતા હેલ્મેટ સર્કલ સુધીના અઢી કિમિ મળીને 5 કી,મી, રસ્તાને ટોળાએ દોઢ કલાક સુધી બાનમાં લીધેલ :વાઈડ એંગલ ,પીવીઆર ,હિમાલયા,વસ્ત્રાપુર,અને કે સહેરાફેરા એમ 4 થિયેટર બહાર ટોળાએ ધમાલ મચાવેલ :ટોળું ડ્રાયવ ઈન સિનેમા હિમાલયા મોલથી હેલ્મેટ સર્કલ થઇ વિખેરાઈ ગયેલ ; પછી ટોળું રફફુચક્કર થઇ ગયેલ

(8:54 am IST)