Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

મોદીએ સંબોધનમાં શું કહ્યું

વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ચીન-અમેરિકાની ટીકા

        દાવોસ,તા. ૨૩ : વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ઉદ્ઘાટન ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના પડકારોને રજૂ કર્યા હતા અને આનો સામનો કરવા માટે વિકલ્પો પણ રજૂ કર્યા હતા. ક્લાઈમેટ ચેંજ, આતંકવાદ અને સંરક્ષણવાદ દુનિયાની સામે ત્રણ સૌથી મોટા પડકાર છે તેમ કહેતા મોદીએ નામ લીધા વગર દુનિયાની મોટી તાકાતોની ઝાટકણી કાઢી હતી. મોદીએ સારા અને ખરાબ આતંકવાદને લઇને અમેરિકા અને પશ્ચિમી દેશોની ઝાટકણી કાઢી હતી. સંરક્ષણવાદને લઇને અમેરિકાની પરોક્ષરીતે ઝાટકણી કાઢી હતી. મોદીએ વિશ્વ આર્થિક મંચના ૪૮માં સંમેલનમાં શું કહ્યું તે નીચે મુજબ છે.

*     સમૃદ્ધિની સાથે શાંતિ ઇચ્છો છો તો ભારત આવો

*     હેલ્થની સાથે સમગ્રતા ઇચ્છો છો તો ભારત આવો

*     વેલ્થની સાથે વેલનેસ ઇચ્છો છો તો ભારત આવો

*     સામંજસ્ય અને સહયોગ માટે કામ થાય તેવી દુનિયા મળીને બનાવીએ

*     ભારત હંમેશા દુનિયામાં શાંતિ માટે કામ કરતું રહેશે

*     નેપાળમાં ભૂકંપ રાહત કામગીરી અને યમનમાં સમગ્ર દુનિયાના લોકોને કાઢવાની કામગીરી વિશ્વએ જોઈ છે

*     તમામ મંચ ઉપર ભારતની ભૂમિકા વધુ મજબૂત થઇ રહી છે

*     આતંકવાદ, ક્લાઈમેન્ટ ચેંજ અને સંરક્ષણવાદ સૌથી મોટા પડકાર તરીકે છે

*     અમે કોઇની જમીન ઉપર નજર રાખીને આગળ વધી રહ્યા નથી

*     જીડીપીનો આંકડો ૬ દશક બાદ છ ગણો થઇ ગયો છે

*     ટેકનોલોજી આધારિત ફેરફારથી જીવન ધોરણમાં ફેરફાર થયા છે

*     સોશિયલ મિડિયાનો ઉપયોગ સૌથી વધારે થઇ રહ્યો છે

*     ડેટાના ગ્લોબલ ફ્લોથી મોટી તકો સર્જાઈ છે. પડકારો પણ સર્જાયા છે

*     સારા અને ખરાબ આતંકવાદના કારણે આતંકવાદી ગતિવિધિ વધી છે

(8:33 pm IST)