Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

રાજસ્થાનના એસએસસી પાસ યુવકે યુરોપિયન વૈજ્ઞાનિક- નોબલ પ્રાઈઝ વિજેતાના સંશોધનને બદલી નાખ્યું

અક્ષયકુમાર બનાવશે ફિલ્મઃ એન્જીનમાંથી નીકળેલ ગર્મ ગેસને ઉર્જામાં બદલાવાનું સંભવ કરી બોઈલર બાનાવ્યું

રાજસ્થાનનાં અલવર જિલ્લામાં બહરોડનાં કાંકરા-બડોદ ગામનાં એસએસસી પાસ યુવક સુભાષ ઓલાએ યૂરોપિયન વૈજ્ઞાનિક કેલ્વિન અને નોબલ પ્રાઇઝ વિજેતા મૈકસ પ્લાંકનું કથન બદલી નાંખ્યું છે.બંનેનું કથન હતું કે,એન્જીનમાંથી નિકળેલ ગર્મ ગેસ એટલે કે ઉર્જામાં બદલાવ મેળવવો અસંભવ છે શાળાઓમાં પ્લાંકનો આ નિયમ પણ ભણાવવામાં આવે છે.જેને મહાન વૈજ્ઞાનિક પ્લાંકે અસંભવ માન્યું હતું. તેને સુભાષ ઓલાએ સંભવ કરી બતાવ્યું છે.

સુભાષ ઓલાએ આ પ્રયત્નવર્ષ ૧૯૮૪માં  કર્યો હતો પરંતુ તેને સંપૂર્ણ સફળતા વર્ષ ૧૯૯૪માં મળી હતી વર્ષ ૨૦૧૪માં  ઇનોવેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાએ સુભાષ ઓલા દ્વારા બનાવવામાં આવેલ બોયલર મશીનની બે વાર તપાસ કરી. લેબમાં ઇંધણ અને પાણીની બચત જોઇ NIFના અધિકારીઓ આશ્યર્ય અનુભવ્યુ હતું બે વખત ટેસ્ટ લીધા બાદ સંપૂર્ણપણે વિશ્વાસ થઇ ગયો કે, સુભાષ દ્વારા બનાવવામાં આવેલ મશીન ૪૦ થી ૫૦ ટકા ઇંધણ બચાવે છે, ત્યાં જ ૯૦ થી ૯૯ ટકા પાણીની પણ બચત કરે છે.

ઙ્ગઓલાનાં પિતા ઇંદ્રાલ ઓલા ખેડૂત છે,જયારે માતા ચાંદકૌર દ્યર સંભાળે છે. સાધારણ ખેડૂતનાં દ્યરે જન્મેલ સુભાષને દ્યણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તેણે દૂધની ડેરી પર કામ કરીને મશીન બનાવવા માચે જરૂરી ઉપકરણો એકઠા કર્યા હતાં.પરિવારમાં સૌથી મોટા હોવાનાં કારણે પરિવારની જવાબદારીઓ પણ સુભાષ પર આવી રહી હતી છતા તેણે પોતાની રિસર્ચ ચાલૂ રાખીહતી. હાલમાં જ મુંબઇમાં આયોજીત થયેલ ફિલ્મ પેડમેનનાં પ્રમોશન દરમિયાન દેશનાં વિભિન્ન રાજયોથી આવેલ ૧૬ ઇનોવેટર્સને ૫ લાખ રૂપિયા આપીને સન્માનિત કરવામાં આવ્યા. અક્ષય કુમારે પણ આ ૧૬ ઇનોવેટર્સ પર સોલહ સુપર હીરોઝ બનાવવાનું આહ્વાન કર્યું છે.

 ઉલ્લેખનિય છે કે, સુભાષ ઓલા વર્ષ ૨૦૧૫માં  સફળતાને લઇ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા પણ પુરસ્કાર મેળવી ચૂકેલ છે.

(4:00 pm IST)