Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

દાવોસમાં PM મોદી સાથે ભારતથી ખાસ ૧૦૦૦ કિલો મસાલા અને ૩૨ શેફ પહોંચ્યા

ભારતીય પ્રતિનિધિ મંડળને પીરસાશે ભારતીય ડિશ

જયુરીચ તા. ૨૩ ઉ પીએમ નરેન્દ્ર મોદી સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા પહોંચી ચૂકયા છે. તેમની સાથે સંમેલનમાં સૌથી મોટું પ્રતિનિધિમંડળ પણ દાવોસ પહોંચી ગયું છે. તેમાં ૬ કેન્દ્રિય મંત્રી, ૧૦૦ સીઈઓ અને કેટલાક મુખ્યમંત્રીઓ શામેલ છે.

એક ન્યૂઝ ચેનલના દાવા મુજબ આ પ્રતિનિધિમંડળ માટે જમવાનું બનાવવાની જવાબદારી તાજ હોટલ ગ્રુપના શેફની ટીમને આપવામાં આવી છે. આ ટીમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પણ રાંધશે. ખાસ વાત એ છે કે ભારતીય પ્રતિનિધિમંડળ માટે ભારતથી ૩૨ શેફની ટીમ અને ૧૦૦૦ કિલો મસાલા પણ દાવોસ લઈ જવાયા છે.

તેમના મેન્યુમાં મુખ્ય રીતે ભારતીય ડિશો હશે. આ ટીમ ત્રણ અલગ અલગ જગ્યાઓ પર ભારતીય પ્રતિનિધિમંડળને જમાડશે. મોદી માટે ખાસ શાકાહારી ભારતીય ડિશો બનાવવામાં આવશે.

આ પ્રવાસ પર ભારતીય પ્રતિનિધિમંડળના લોજિસ્ટિક હેડ રધુ દેવડાનું કહેવું છે કે, મને બતાવવામાં આવ્યું છે કે પીએમને શાકાહારી ભોજન પસંદ છે. અમે દાવોસમાં તેમને ઘરના સ્વાદની કમી મહેસૂસ નહીં થવા દઈએ. તેમણે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે, દાવોસમાં ભારતીય ડિશ બનાવવામાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે અહીંયા ભારતીય મસાલા અલગ પ્રકારના હોય છે.

દેવડાએ કહ્યું, અમારી સાથે ૩૨ શેફ અને મેનેજરોની ટીમ છે. આ ટીમ ઈન્ડિયા, અડ્ડા, એપી લોન્જ અને ઈન્ડિયા રિસેપ્શનમાં ૧૨ હજાર લોકોને ખાવાનું ખવડાવશે. પીએમ મોદી પણ ત્રણ જગ્યાએ અમારા ફૂડના સ્વાદ માણશે.

તેમણે જણાવ્યું કે, ભારતમાંથી ઓછામાં ઓછા ૧૦૦૦ કિલો મસાલા દાવોસ લઈ જવાયા છે. કેટલાક શેફ પોતાની સાથે  લઈ ગયા છે અને કૂરિયર દ્વારા ત્યાં પહોંચશે. ત્રણ જગ્યાઓ પર જમાડવા માટે દેવડા સાથે તાજ કૃષ્ણા હૈદરાબાદના એકિઝકયૂટિવ શેફ નિતિન માથુર અને તાજ લેન્ડ્સ એન્ડ મુંબઈના રીજેન્ડેન્ટ મેનેજર નેવિલે પિમેન્ટો ૩૨ શેફોની ટીમની આગેવાની કરશે.

(11:31 am IST)