Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મૂડીઝ ગ્લોબલ ઇએસજી રેટિંગમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને ટોચનું રેન્કિંગ મળ્યું

-વિશ્વમાં ટ્રાન્સપોર્ટ અને લોજીસ્ટિક્સના ઉભરતા બજારમાં અદાણી પોર્ટ અને સેઝને પ્રથમ સ્થાન મળ્યું: તમામ સેકટરની ભારતીય કંપનીઓમાં APSEZ પ્રથમ રેન્ક મેળવનાર પહેલી કંપની

અમદાવાદ :મુડીના ૨૦૨૨ના ESG Solutionsના તેના છેલ્લા આકલનમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) એ પરિવહન અને લોજિસ્ટિકસ ક્ષેત્રમાં ઉભરતા તમામ બજારોમાં વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ રેટીંગ સંસ્થાએ તેના મૂલ્યાંકનમાં કંપનીના શ્રેણીબધ્ધ દીશાસૂચનો, નીતિઓ, પ્રક્રિયાઓ અને પર્યાવરણ, માનવ અધિકારો, કોર્પોોરેટ ગવર્નન્સ, માનવ સંસાધન અને સમૂૂદાયોની સામેલગીરીને આવરી લઇને પ્રથમ રેન્કના સ્થાને મૂકી છે.  
APSEZ ને ૫૯ ભારતીય કંપનીઓમાં પ્રથમ અને વૈશ્વિક સ્તરે ઊભરતાં બજારોમાં તમામ ક્ષેત્રો/ઉદ્યોગોમાં ૮૪૪ કંપનીઓમાં નવમું સ્થાન આપવામાં આવ્યું છે જેમાં અન્ય તમામ વૈશ્વિક ESG અગ્રણીઓમાં તેની શ્રેષ્ઠ કામગીરીનું સ્થાન દર્શાવે છે. એકંદરે, કંપનીએ વિશ્વભરના તમામ ઉદ્યોગો અને ક્ષેત્રોમાં મૂડીઝ દ્વારા મૂલ્યાંકન કરાયેલી ૪,૮૮૫ કંપનીઓમાં ૯૭ પર્સેન્ટાઇલનો સ્કોર કર્યો મેળવ્યો છે. જે ભારતીય ઉદ્યોગ જગત માટે ગૌરવપ્રદ પ્રસંગ છે..

(8:42 pm IST)