Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2024

જાણો એક દિવસમાં કેટલી રોટલી ખાવી અને ઘઉં સિવાય કયો લોટ ફાયદાકારક ?

રોટલી ખાવામાં લીમિટ રાખવી..

નવી દિલ્‍હી,તા. ૨૨: ઘઉંની રોટલી આપણા આહારનો મહત્‍વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ઘઉંની રોટલીમાં કેલ્‍શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય ઘઉંની રોટલીમાં ઘણા પોષક તત્‍વો મળી આવે છે, જે આપણા શરીરમાં એનર્જી જાળવી રાખે છે. પરંતુ શું તમે ક્‍યારેય વિચાર્યું છે કે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ.

ઘઉંની રોટલી વધુ ખાવાથી બ્‍લડ શુગર લેવલ વધે છે. ઘઉંમાં કાર્બોહાઇડ્રેટ જોવા મળે છે. જેના કારણે બ્‍લડ પ્રેશર વધવાની સમસ્‍યા થઈ શકે છે. રોટલી શરીરને ઉર્જા આપે છે, તેથી તેને સંપૂર્ણપણે છોડી દેવાને બદલે ઘટાડી શકાય છે.

આમ તો બાજરી અને મકાઈના રોટલા ખાવામાં આવે છે, પરંતુ મોટાભાગના ભારતીય ઘરોમાં ઘઉંની રોટલી જ ખાવાનો રિવાજ છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ અને જો તમે એક મહિના સુધી ઘઉંની રોટલી છોડી દો તો તમારા શરીર પર શું અસર થશે. આવો જાણીએ...

શું તમે ક્‍યારેય વિચાર્યું છે કે જો તમે એક મહિના સુધી ઘઉંની રોટલી નહીં ખાઓ તો શરીરમાં શું બદલાવ આવશે? સ્‍વાસ્‍થ્‍ય નિષ્‍ણાતોના મતે, એવું શક્‍ય નથી કે તમે રોટલી ખાવાનું સંપૂર્ણપણે છોડી દો. જો કે, તમે ચોક્કસપણે રોટલીનું સેવન થોડું ઘટાડી શકો છો. જે લોકો વજન ઘટાડવાની જર્ની પર છે, તેઓ રોટલીને બદલે લીલા શાકભાજીનું સલાડ ખાઈ શકે છે. તમને જણાવી દઈએ કે ઘઉંની રોટલી ખાવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ અને ગ્‍લુટેનની માત્રા વધવાથી ચરબી જમા થવા લાગે છે.

જયારે આપણું શરીર સ્‍વસ્‍થ હોય ત્‍યારે આપણે આપણું કામ સારી રીતે કરી શકીએ છીએ અને સ્‍વસ્‍થ શરીર માટે ખુબ જ જરૂરી છે કે આપણે જે આહાર લઈ રહ્યા છીએ તે પૌષ્ટિક હોય. જો આપણા આહારમાં રોટલી ના હોય તો આપણું પેટ સારી રીતે ભરાતું નથી. રોટલી પૌષ્ટિક આહારમાં ન્‍યૂટ્રિએન્‍ટ્‍સનું પ્રમાણ વધારે છે. જો તમે ઘઉંની રોટલી ખાઈ હવે કંટાળી ગયા છો તો આ ઉપરાંત રાગીની રોટલી અને મકાઈની રોટલી પણ ટ્રાય કરી શકો છો. જે સ્‍વાસ્‍થ્‍ય માટે ખુબ જ ફાયદાકારક છે.

ઘઉં ઉપરાંત જો તમે રાગીની રોટલીનું ઓપ્‍શન અપનાવી શકો છો જે સ્‍વાસ્‍થ્‍ય માટે ખુબ જ ફાયદાકારક છે. રાગીની રોટલીમાં પ્રોટિન, કેલ્‍શિયમ અને વિટામિન જેવા ઘણા ન્‍યુટ્રિએન્‍ટ્‍સ ભરપૂર પ્રમાણમાં મળે છે. વૃદ્ધ લોકો માટે રાગીની રોટલી ખુબ જ ફાયદાકારક છે અને તે સાંધાના દુઃખાવાથી મુક્‍ત અપાવે છે. તેને ખાવાથી હાડકા મજબૂત બને છે અને સાંધાના દુઃખાવા દરમિયાન સોજા ઘટાડવામાં મદદ કરે છે. રાગીની રોટલીમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે અર્થરાઇટિસ જેવી સમસ્‍યાને ઘટાડવા માટે લાભદાયક સાબિત થાય છે.

મક્કાઈની રોટલી ખાવાની સલાહ ડોક્‍ટર પણ આપે છે. તેમાં ફાયબર ભરપૂર પ્રમાણમાં મળે છે. મક્કાઈની રોટલી ખાવાથી શરીરમાં કોલેસ્‍ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને તે પેટના પાચન તંત્રને પણ સારું બનાવે છે. જો તમે વજન ઘટાડવા માંગો છો તો તેનો ઉપયોગ ખાવામાં કરી શકો છો. તેમાં પ્રોટિન અને સ્‍ટાર્ચ પણ ભરપૂર પ્રમાણમાં મળે છે. આ સાથે જ તેમાં મેંગેનીઝ, પોટેશિયમ, ઝિંક, આયરન, ફોસ્‍ફોરસ, કોપર, સેલેનિયમ, પોટેશિયમ અને વિટામિન-એ, બી, ઈથી ભરપૂર હોય છે. જે સાંધાના દુઃખાવાથી રાહત અપાવે છે

(10:59 am IST)