Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

હાફિઝની ચેરિટી સંસ્થા પર પ્રતિબંધો મુકવા માટે તૈયારી

હાફિઝ સઇદ પર સકંજો વધુ મજબૂત થયો : ભારત અને અમેરિકા સહિતના દેશોના દબાણની અસર

ઇસ્લામાબાદ,તા. ૨૨ : આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા પાકિસ્તાન ઉપર અમેરિકા અને ભારત તરફથી તીવ્ર દબાણ લાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સરકાર ત્રાસવાદી હાફિઝ સઇદના જમાત ઉદ દાવા સાથે જોડાયેલી તમામ ચેરિટી સંસ્થાઓ ઉપર પ્રતિબંધ મુકે તેવી શક્યતા દખાઈ રહી છે. પાકિસ્તાન સરકાર માટે આ સંસ્થાઓને ચલાવવાની બાબત એક પડકારરુપ બાબત બની ગઈ છે. ઇસ્લામાબાદને આશા છે કે, જમાત ઉદ દાવા અને ફલાએ ઇન્સાનિયત ફાઉન્ડેશનની ચેરિટી સંસ્થાઓને અંકુશમાં મુકવાથી પાકિસ્તાન ગ્લોબલ વોચ લિસ્ટમાં સામેલ થતાં બચી જશે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ સંગઠનોને ત્રાસવાદી તરીકે જાહેર કરી દીધા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાફિઝ સઇદ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી આ ચેરિટી સંસ્થાઓની સંખ્યા અને વિવિધતા ખુબ વધારે છે. સરકાર માટે આ નેટવર્કને મેનેજ કરવાની બાબત પણ ખુબ મુશ્કેલરુપ બનેલી છે. આના માટે આવી સંસ્થાઓના ફંડિંગ અને ઇન્કમના સોર્સને પણ અંકુશમાં લાવવાની બાબત ઉપયોગી રહેશે. જમાત ઉદ દાવાની મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષા સીસીટીવી કેમેરા, લોખંડના દરવાજા અને મજબૂત દિવાલો સાથે થાય છે. આ ઉપરાંત લાહોરનીબહાર ૨૦૦ એકરમાં હેડક્વાર્ટર પણ છે. આ સંસ્થાઓનાનામ પણ બદલવાની હિલચાલ ચાલી રહી છે. ત્રાસવાદીસંગઠન લશ્કરે તોઇબાના સ્થાપકો પૈકીના એક હાફિઝ સઇદ પર ૧૦ મિલિયન અમેરિકી ડોલરનું ઇનામ છે. આ સપ્તાહમાં એક મિટિંગમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સના સભ્યો અને એક ઇન્ટર ગવર્નમેન્ટલ બોડીએ પાકિસ્તાનના સંદર્ભમાં ચર્ચા કરી છે.

(7:56 pm IST)