Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ભાજપની થીંક ટેન્ક સામે સબળ વિકલ્પ ઉભો કરશે કોંગ્રેસ

વિવેકાનંદ ફાઉન્ડેશનના પક્ષની હરીફાઈમાં રાજીવ ગાંધી ઈન્સ્ટીટયુટ ફોર કન્ટેમપોરારી ફાઉન્ડેશનને વિકસાવાશે

નવી દિલ્હી,  તા. ૨૨ :. કોંગ્રેસ રાજીવ ગાંધી ઈન્સ્ટીટયુટ ફોર કન્ટેમપોરારી સ્ટડીઝમાં (આરજીઆઈસીએસ) ધરખમ ફેરફારો કરવા માગેછે કારણ કે સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરતી એક થિંક ટેંક પક્ષની રાજકીય અને વૈચારીક નીતિ સાથે નિકટનું કનેકશન ધરાવે છે એવું આ બાબત સાથે માહિતગાર પક્ષના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યુ હતું.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની નિકટના એક પૂર્વ પ્રધાને જણાવ્યુ હતુ કે આરજીઆઈસીએસને વિવેકાનંદ ફાઉન્ડેશનના પક્ષના જવાબ તરીકે ટૂંક સમયમાં વિકસાવવામાં આવશે. વિવેકાનંદ ફાઉન્ડેશન એ વૈચારીક રીતે ભાજપ સાથે સંલગ્ન છે.

એક નેતાએ પોતાની ઓળખ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યુ હતુ કે, આરજીઆઈસીએસમાં આમૂલ પરિવર્તન લાવે એવા પ્રોફેશનલ્સ અને બુદ્ધિજીવીઓની શોધ જારી છે. પુનર્રચનાના પ્રથમ પગલા તરીકે જેને જોવામા આવી રહ્યુ છે એવા ઈન્સ્ટીટયુટના વડા જી. મોહન ગોપાલે નવી ટીમ માટે માર્ગ મોકળો કરવા રાજીનામું આપી દીધુ છે. જી મોહન ગોપાલ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં સંકળાયેલા હતા અને એક સમયે રાહુલ ગાંધીની ટીમના વગદાર સભ્ય ગણાતા હતા.

ગોપાલે જણાવ્યુ હતુ કે હું સ્વતંત્ર માર્ગ અનુસરવા માંગુ છું. હું સંસ્થાની બહાર એક સ્વતંત્ર અવાજ બનવા માંગુ છું એવું તેમણે ઉમેર્યુ હતુ. રાહુલ ગાંધીની કોર ટીમમાં તાજેતરમાં જે બે પ્રોફેનલ્સને સ્થાન આપવામા આવ્યુ છે તે પ્રવીણ ચક્રવર્તી અને કે. રાજુ આરજીઆઈસીએસમાં મહત્વની ભૂમિકા ભજવશે એવુ નેતાએ જણાવ્યુ હતુ. ચક્રવર્તી કોંગ્રેસ ડેટા એનાલિટીકસ વિભાગના વડા છે.

(4:04 pm IST)