Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સેમસંગે બે બજેટ સ્માર્ટફોન્સની કિંમતમાં કર્યો ભારે ઘટાડો

નવી દિલ્હી, તા. ૨૨ : સેમસંગે પોતાના બે સ્માર્ટફોન્સની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે. કંપનીએ Galaxy J2 Pro અને Galaxy J2ની કિંમતમાં આ ઘટાડો કર્યો છે. હવે સેમસંગ ગેલેકસી જે૨ પ્રોને ૭૬૯૦ રૂપિયામાં ખરીદી શકાશે. તો ગેલેકસી જે૨ને હવે ૬૫૯૦ રૂપિયામાં ખરીદી શકાશે. સેમસંગ ગેલેકસી J2 પ્રોની કિંમતમાં ૨૨૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો ગેલેકસી J2ની કિંમતમાં ૮૦૦ રૂપિયાનો ઘટાડો કંપનીએ કર્યો છે. આ જાણકારી મુંબઈના જાણીતા રિટેલર મહેશ ટેલીકોમે ટ્વીટ કરીને આપી છે.સેમસંગ ગેલેકસી J2 Pro માં ૫ ઈંચની એચડી સુપર એમોલેડ ડિસ્પલે આપેલી છે. તેમાં ૧.૫ ગીગાહર્ટ્ઝનું કવોડકોર સ્પ્રેડટ્રમ Soc8830 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિકસ માટે તેમાં માલી-૪૦૦MP2 જીપીયૂ ઈન્ટિગ્રેટેડ છે. આ ગૂગલના એન્ડ્રોઈડ માર્શમેલો ૬.૦ પર કામ કરેછે. તેમાં 2GBની રેમ આપેલી છે. અને ફોનમાં ૧૬ જીબીની ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે જેને એસડી કાર્ડ દ્વારા ૧૨૮ જીબી સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોનમાં એલઈડી ફ્લેશ સાથે ૮ મેગાપિકલસનો ઓટો ફોકસ રિયર કમેરા આપેલો છે. તો સેલ્ફી માટે ૫ MPનો કમેરા છે. ફોનમાં 4જી એલટીઈ સપોર્ટ સાથે ૨૬૦૦mAhની બેટરી આપેલી છે.સેમસંગનો આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ ૭.૦ નોગટ પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં ૪.૭ ઈંચની સુપર એમોલેડ ડિસ્પલે આપી છે. ૧.૩ ગીગાહર્ટ્ઝ કવોડ-કોર એકસીનોસ પ્રોસેસર સાથે તેમાં 1GB રેમ છે. આ સ્માર્ટફોનમાં 8GB સ્ટોરેજ મેમરી આપી છે, જેને મેમરી કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે. તેમાં ૫ મેગાપિકસલનો રિયર ઓટોફોકસ કેમેરા આપેલો છે. તેનો ફ્રંટ કેમેરા ૨ મેગાપિકસલનો છે.(૩૭.૪)

 

(11:27 am IST)