Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

બોમ્બે હાઈકોર્ટના જજની ચેમ્બરમાં સાપ ઝબકયો: તરત પકડી લેવાયો: કોર્ટમાં વર્ચ્યુલ સુનાવણી થઇ રહી હોય આવરો-જાવરો ઓછો હતો

બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ બોરકરની ચેમ્બરમાં સાપ જોવા મળ્યો: ૪.૫ થી ૫ ફૂટ લાંબો અને બિન-ઝેરી સાપ વહેલી સવારે જ્યારે ન્યાયાધીશ તેમની ચેમ્બરમાં હાજર ન હતા ત્યારે મળી આવ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાપ મળી આવ્યા  પછી, માહિતી તરત જ પોલીસ સ્ટાફને આપવામાં આવી હતી જેણે એક એનજીઓ દ્વારા  સર્પમિત્રનો સંપર્ક કર્યો હતો. આ સંસ્થાના એક સભ્યએ આવીને સાપને પકડી લીધો.  સાપને તેના યોગ્ય વિસ્તારમાં છોડવામાં આવશે તેમ એક  અધિકારીએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં કોવિડના કેસોમાં વધારો થવાને કારણે બોમ્બે હાઈકોર્ટ હાલમાં વર્ચ્યુઅલ રીતે સુનાવણી હાથ ધરી રહી છે અને તેના કારણે હાઈકોર્ટમાં આવરોજાવરો ઓછો થયો છે.

(10:40 am IST)