News of Monday, 22nd January 2018

આપના ૨૦ ધારાસભ્યોને રાહત મળવાની આશા ઓછીઃ તજજ્ઞ

કેવું રહેશે AAPનું ભવિષ્યઃ રાષ્ટ્રપતિને સોંપાયો પત્ર

નવી દિલ્હી તા. ૨૨ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે આપના ૨૦ ધારાસભ્યોને અયોગ્ય સાબિત કરવા માટે કોર્ટના નિર્ણય પર મોહર લગાવી દીધી છે. આ સાથે જ આમ આદમી પાર્ટી (AAP)ના ૨૦ ધારાસભ્યોના ભવિષ્યને લઈને સવાલ ઉઠી રહ્યા છે. આ સમયે પાર્ટી પાસે ધારાસભ્યોની સભ્યતા બચાવવા માટે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ જવાનો વિકલ્પ છે. બીજી સંભાવના એ છે કે પાર્ટી સીધી ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દે. જો ૨૦ બેઠકો પર દિલ્હીમાં ફરી ચૂંટણી થાય તો આ દિલ્હીની સત્તાની સેમિફાઈનલ મેચ બની જશે.

તજજ્ઞોનું માનવું છે કે આ કેસમાં AAPને રાહત મળવાની આશા ઓછી થઈ ગઈ છે. ચૂંટણીપંચે રાષ્ટ્રપતિને સોંપેલા પત્રમાં પોતાનો નિર્ણય વિસ્તારથી સભ્યતા રદ કરવાના કારણ રજૂ કર્યા છે. આપના પૂર્વ ૨૦ ધારાસભ્યોમાંથી મોટાભાગના પોતાની પાર્ટીમાં મજબૂત દલિલ નથી કરી શકયા અને તેમનો જવાબ સામાન્ય અને હાલમાં ચાલી રહેલા તર્ક જેવો જ છે.

આપ ધારાસભ્ય માટે આ સમયે પહેલો વિકલ્પ હાઈકોર્ટ જવાનો છે. હાઈકોર્ટમાં આશા રાખવામાં આવી શકે છે કે આ કેસ જસ્ટિસ રેખા પિપ્લાઈ પાસે સુનાવણી માટે જશે. વકીલોનું આ મામલે કહેવું છે કે AAP માટે રાહતની કોઈ ખબર આવે તેવું શકય નથી લાગતું. પૂર્વ લોકસભા સેક્રેટરી જનરલ અને બંધારણના જાણકાર સુભાષ કશ્યપનું કહેવું છે કે AAPને કાયદાકીય રીતે કોઈ રાહત મળે તેમ લાગતું નથી, તેની સંભાવના ઘણી લેશમાત્ર પણ નથી. તેમણે કહ્યું, 'મને નથી લાગતું કે આટલા વ્યવસ્થિત અને વિસ્તારમાં પક્ષોને સમજાવતા આપેલા નિર્ણયને કોર્ટમાં પલટી શકાય.'

આ સમયે દિલ્હીની ૭૦ વિધાનસભા બેઠકોમાંથી ૪૬ AAP પાસે છે. ૨૦ ધારાસભ્યો છે. હવે ૨૦ ધારાસભ્યો જાય તો પાર્ટીને મોટો ઝાટકો પડશે. કાયદાકીય રીતે કોઈ રાહત મળવાની આશા નથી દેખાતી કારણ કે માનવામાં આવી રહ્યું ચે કે પાર્ટી આ ૨૦ બેઠકો પર ચૂંટણીની ફરી તૈયારી કરશે. જો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ AAP પાર્ટીને રાહત ન આપે તો માની શકાય કે પેટાચૂંટણી ૬ મહિનામાં જ કરાવવામાં આવી શકે છે.

આવનારા ૬ મહિનામાં AAP માટે મુશ્કેલ ટેસ્ટ છે, કારણ કે પાર્ટી જયાં ઐતિહાસિક જીત બાદ ફરી એક વખત જનતાની કોર્ટમાં પહોંચી છે. પાર્ટીની છબી અને દિલ્હીમાં લોકપ્રિયતા જોતા ૨૦૧૯માં દિલ્હીની ૭ લોકસભા બેઠકો પર આપ માટે કેવી આશા બંધાઈ છે, આ બધું પેટાચૂંટણીમાં ખ્યાલ આવી જશે. હાલ દિલ્હીની ૭ લોકસભા બેઠકો ભાજપના કબ્જામાં છે.(૨૧.૧૦)

(10:26 am IST)
  • મુંબઈમાં પેટ્રોલના ભાવમાં ભડકોઃ રૂ. ૮૨ને પારઃ પેટ્રોલ રૂ.૮૨ અને ડિઝલ રૂ.૬૭ પાર : પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં સમાવવાનો સરકારનો પ્રયાસ access_time 2:15 pm IST

  • વિશ્વ બેન્ક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ બેન્કિંગ સર્વેલન્સ સિસ્ટમમાં સુધારા માટે RBIની પ્રશંસા કરી છે તેમના અહેવાલમાં, તેમણે જણાવ્યું હતું કે આરબીઆઈની દેખરેખ અને નિયમન ખુબ મજબૂત રહ્યા છે અને તાજેતરનાં વર્ષોમાં તેમાં બહુ સારો સુધારો થયો છે. રીપોર્ટ મુજબ, નવા સુધારાઓ ભારતના NPA (અસહાય દેવું)ને હલ કરવામાં મદદરૂપ નીવડશે access_time 9:16 am IST

  • નરેન્દ્રભાઈ - કોવિંદજીએ વસંત પંચમી નિમિતે દેશવાસીઓને શુભેચ્છા આપી : આજે વસંતપંચમીના શુભ દિવસ નિમિતે વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિ સહિતના આગેવાનોએ શુભેચ્છા પાઠવી છે access_time 3:29 pm IST