Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

ઓસમાણ મીરની સ્વર સાધના અદભુત: મુખ્યમંત્રી યોગીએ કહ્યું- મથુરા વૃંદાવનની ભૂમિ તરબોળ બની

યોગીજીએ મોરારીબાપુના સાનિધ્યમાં ઓસમાણ મીરની સંગીત સાધના બિરદાવી : સૌ કોઈનામાં સંગીરતા સૂર ગૂંજી ઉઠ્યા :સાંસદ હેમામાલિનીએ પણ લોકગાયક ઓસામાણ મીરની ગાયકીની પ્રસંસા કરી

ગુજરાતના ઓસમાણ મીરની સ્વર સાધનાને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યા નાથે બિરદાવી છે..મથુરા વૃંદાવનમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ઓસમાણ મીરને પોતાના સંગીત સૂર સ્વર રેલાવ્યો હતો.. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ મથુરા વૃદાવનમાં ઓસામાણ મીરની સ્વર સાધનાને બિરદાવી, યોગીજીએ કહ્યું ઓસામાણમીરના ભજનમાં મથુરાવૃંદાવનની ભૂમિ તરબોળ બની, સંગીત સાધના ને મુખ્યમંત્રીએ અદ્ભૂત ગણાવી હતી

યોગીજીએ મોરારીબાપુના સાનિધ્યમાં ઓસમાણ મીરની સંગીત સાધનાને  અદભૂત ગણાવી હતી.. આ કાર્યક્રમમાં અનેક લોકો હાજર હતા જેમાં સૌ કોઈનામાં સંગીરતા સૂર ગૂંજી ઉઠ્યા હતા...આ કાર્યક્રમમાં સાંસદ હેમામાલિની એ પણ ગુજરાતના લોકગાયક ઓસામાણ મીરની ગાયકીની પ્રસંસા કરી હતી. 
ઓસમાણ મીર જાણીતા ગુજરાતી લોક ગાયક છે તેમણે નાની ઉંમરથી સંગીતની તાલીમ લીધેલી તેમનું ગાયેલું ગીત 'મોર બની થનગાટ કરે' ગુજરાતમાં જ નહીં દેશ અને દુનિયામાં પણ જાણીતું બન્યું છે. ગુજરાતના ભજનીક નારાયણ સ્વામીને તેમણે સંગીતની તાલીમ આપી છે..જે બાદ તેઓએ સંગીતમાં પોતાની આગવી ઓળખ પ્રસ્તાપિત કરી છે

(7:32 pm IST)