Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

આવતી કાલે મળનાર ખેડૂત સંગઠનોની બેઠક હાલ મુલત્‍વી

હાલ સરકારના નિર્ણય પર રાહ જોવાની નીતિ અપનાવવા નિર્ણય

નવી દિલ્હી :  કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખેડૂતોને આંદોલન છોડીને ઘરે પરત ફરવા અપીલ કરી હતી, પરંતુ ખેડૂતો વેટ એન્ડ વોચની રણનીતિ પર ચાલતા જોવા મળી રહ્યા છે. આંદોલનની દશા અને દિશા અંગે ચર્ચા કરવા ખેડૂતોએ આજે ​​બેઠક બોલાવી હતી.

સંયુક્ત કિસાન મોરચા (SKM) માં સામેલ તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજરી આપવાના હતા.

કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની કરેલી જાહેરાત બાદ પણ ખેડૂતોના આક્રમક તેવર યથાવત છે. આ જાહેરાત પછી પણ ખેડૂતો દિલ્હીની બોર્ડર પર બેસી રહ્યા છે. ખેડૂત નેતાઓનુ કહેવુ છે કે, તમામ માંગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.સંસદ સુધી ખેડૂતોની ટ્રેકટર માર્ચ પણ યોજાશે.

સરકારની જાહેરાત પર અંતિમ નિર્ણય લેવા માટે બોલાવવામાં આવેલી ખેડૂતોની બેઠક હવે 27 નવેમ્બર સુધી મોકૂફ કરવામાં આવી છે. ખેડૂતોની આ બેઠક હવે 27 નવેમ્બરના રોજ યોજાશે, જેમાં આંદોલનની દશા અને દિશા, ભાવિ રણનીતિ નક્કી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, જ્યાં સુધી આગળની રણનીતિ નક્કી નહિ થાય ત્યાં સુધી પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો પોતાના નિયત સમયે જ થશે. સંયુક્ત કિસાન મોરચા અનુસાર લખનઉમાં યોજાનારી મહાપંચાયત પણ તેના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ થશે.

દરમિયાન સંયુક્ત કિસાન મોરચાએ આજે દિલ્હી હરિયાણા બોર્ડર પર એક બેઠક બોલાવી છે.જેમાં એમએસપી, જીવ ગુમાવનાર ખેડૂતોના વળતર જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.સંગઠનનુ કહેવુ છે કે, તમામ માંગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.22 નવેમ્બરે લખનૌમાં યોજનારી ખેડૂતોની મહાપંચાયતને સફળ બનાવવામાં આવશે અને 29 નવેમ્બરે સંસદ સુધી ટ્રેકટર માર્ચ પણ કરવામાં આવશે. જોકે આજની બેઠકમાં ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત હાજર નથી અને તેમની ગેરહાજરી અંગે સંગઠને કોઈ કારણ આપ્યુ નથી.

આ અંગે માહિતી આપતાં બલબીર સિંહ રાજેવાલે જણાવ્યું છે કે 22 નવેમ્બરના રોજ મહાપંચાયત, 26 નવેમ્બરના રોજ આંદોલનને એક વર્ષ પૂર્ણ થવાને લઈને દિલ્હીની તમામ બોર્ડર પર જમાવડાના કાર્યક્રમોમાં કોઈ ફેરફાર નહિ કરવામાં આવે. તેમણે જણાવ્યું કે 29 નવેમ્બરના રોજ સંસદ માર્ચના કાર્યક્રમને લઈને 27 નવેમ્બરે થનાર બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

(4:06 pm IST)