Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

અમેરિકન રક્ષા મંત્રી અને વિદેશ મંત્રી ૨૭ ઓકટોબરે ભારતની મુલાકાતે

દેશના સંરક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાન સાથે યોજશે મહત્વપૂર્ણ બેઠક

નવી દિલ્હી,તા. ૨૧: ભારત-ચીન તણાવ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે આવતા અઠવાડિયે નવી દિલ્હીમાં ત્રીજી ૨ +૨ પ્રધાન કક્ષાની બેઠક યોજાવા જઈ રહી છે. ત્યારે આ બેઠક અંતર્ગત ચીનને કડક સંદેશ જશે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં શામેલ થવા માટે અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ અને રક્ષા મંત્રી માઇક ઇસ્પર અને ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર અને રાજનાથ સિંહ સાથે ચર્ચા કરવા ૨૭ ઓકટોમ્બરે ભારત આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ મામલે સચિવ ઇસ્પરએ એક થિંક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલમાં આગામી ૨+૨ વિશેના પ્રશ્નના જવાબ આપતા કહ્યું કે સેક્રેટરી પોમ્પીયો અને તેઓ આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે જવાના છે. તેમણે એમ પણ પૂછ્યું, 'આ ભારતીયો સાથેની આ અમારી બીજી ૨+૨ બેઠક છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ભારત માટે ત્રીજી અને ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક અને ભારત માટે યોજાવાની છે.'

આ મામલે તેમણે વધુમાં જણાવ્યું કે 'ભારત અમારા માટે સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર બનશે. મને લાગે છે કે ઈન્ડો પેસેફિકમાં ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહીતંત્ર છે. નોંધનીય છે કે આ દેશ ખૂબ સક્ષમ છે. અહીંયા ખૂબ જ પ્રતિભાશાળી લોકો વસવાટ કરે છે દરરોજ હિમાલયમાં ચીની આક્રમકતા વાસ્તવિક નિયંત્રણની લાઇન સાથે દેખાઈ રહી છે.

ત્યારે આ મુલાકાત એ સમયે થઈ રહી છે કે છેલ્લા ઘણા મહિનાઓથી ભારત સાથે કપટી ચીન સરહદ પર સતત દ્યર્ષણ કરી રહ્યું છે, અને બીજી તરફ પાકિસ્તાન પણ કાશ્મીર સરહદે નાપાક હરકતો કરી રહ્યું છે, આ મુલાકાતથી દુશ્મનોને કડક સંદેશો જશે તેવી સંભાવના સેવાઈ રહી છે.

(11:03 am IST)