Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

દેશમાં ૪૦ માસમાં પહેલી વખત બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછત

મોંઘવારી કાબૂમાં રાખવા લેવાયેલા નિર્ણયોના પગલે સમસ્યા : રિઝર્વ બેન્કને સિસ્ટમમાં ૨૧૮૦૦ કરોડ કેશ નાંખવા પડયા છે, મે ૨૦૧૯ પછી આવી સ્થિતિ પહેલી વખત સર્જાઈ

નવી દિલ્હી, તા.૨૧ : મોંઘવારીને કાબૂમાં રાખવા માટે લેવાયેલા નિર્ણયોના પગલે ૪૦ મહિનામાં પહેલી વખત દેશની બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછત જોવા મળી રહી છે. જેના પગલે રિઝર્વ બેન્કને સિસ્ટમમાં ૨૧૮૦૦ કરોડ રૂપિયા કેશ નાંખવા પડયા છે. મે ૨૦૧૯ પછી આવી સ્થિતિ પહેલી વખત સર્જાઈ છે.

૪ મેના રોજ રિઝર્વ બેક્ને મોંઘવારી પર લગામ કસવા માટે કેશ રિઝર્વ રેશિયો એટલે કે સીઆરઆર ૫૦ બેઝીઝ પોઈન્ટ વધારવાનો નિર્ણય લીધો હતો.

 આ નિર્ણય ૨૧ મેના રોજ લાગુ થયો હતોજેના પગલે બેક્નિંગ સિસ્ટમમાં ફરતા ૯૦૦૦૦ કરોડ રૂપિયાની વધારાની કેશમાં કમી સર્જાઈ હતી.

મોંઘવારી વધવા પાછળનુ એક કારણ બજારમાં ફરી રહેલી વધારે પડતી રોકડ રકમને પણ માનવામાં આવે છે. જેના પગલે સીઆરઆર વધારીને ૪.૫૦ ટકા કરી દેવામાં આવ્યો હતો. જેનો મતલબ એ હતો કે, બેક્નોએ કુલ જમા રકમની ૪.૫૦ ટકા રકમ રિઝર્વ બેક્નમાં જમા કરાવવાની હતી.

જોકે તેના કારણે વધારાની રોકડ ઘટી ગઈ હતી. હવે રોકડની અછત દુર કરવા રિઝર્વ બેક્ને ૨૧૫૦૦ કરોડ રૂપિયા સિસ્ટમમાં ફરી નાંખ્યા છે.

 

(7:23 pm IST)