Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વિશ્વ અલ્ઝાઇમર દિવસ

મગજની ગંભીર બીમારીમાં યાદશકિત ગુમાવતા ૧૦ માંથી ૭ થી ૮ કેસ 'અલ્ઝાઇમર'ના

સમય સાથે વૃધ્ધોમાં વધતો યાદશકિતનો રોગ એટલે 'અલ્ઝાઇમર'

નવી દિલ્હી,તા. ૨૧: અલ્ઝાઈમર (ભૂલકણાપણું) રોગ સામાન્ય રીતે પપથી ૬૦ વર્ષની ઉમર પછી થાય છે. સમયની સાથે વૃદ્ઘોમાં વધતો યાદશકિતનો રોગ 'અલ્ઝાઇમર'તરીકે ઓળખાય છે. અલ્ઝાઈમર મગજની એક ગંભીર પ્રકારની બીમારી છે. જે તબક્કાવાર રીતે શરૂ થાય છે. વિશ્વમાં અંદાજે ૪૪ કરોડ લોકો ડિમેન્શિયા (યાદશકિતની બીમારી)થી પીડાય છે. જેમાં ૭૦થી ૮૦ ટકા લોકોને અલ્ઝાઈમરની બીમારી હોય છે. એક અંદાજ મુજબ ડિમેન્શિયાના ૧૦માંથી ૭થી ૮ કેસ 'અલ્ઝાઈમર'ના હોય છે.આ એક પ્રગતિશીલ રોગ છે. જેના લક્ષણો યાદશકિતની કમજોરીથી લઈ વ્યકિતના વર્તન વ્યવહાર અને લાગણીઓના ફેરફારો સુધીના હોય છે. આ બીમારીનું આર્થિક ભારણ એટલું બધું છે કે જો ડિમેન્શિયા એક દેશ હોય તો આજે વિશ્વમાં તે ૧૮માં નંબરનું અર્થતંત્ર હોય. આ રોગની ગંભીરતા લોકોને સમજાય અને જાગૃતિ ફેલાય તે ઉદ્દેશ્યથી દર વર્ષે ૨૧ સપ્ટેમ્બરના રોજ 'વિશ્વ અલ્ઝાઈમર દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. (૨૨.૮)

વૃધ્ધોમાં આ લક્ષણો દેખાય તો 'અલ્ઝાઇમર' હોય શકે

અલ્ઝાઇમર રોગથી પીડિત દર્દી મહત્ત્વની વસ્તુઓ નિયમિત રીતે ખોટી જગ્યાએ ભૂલી આવે છે. થોડા સમય પહેલા જ કરાયેલી વાતચીત વારંવાર ભૂલી જાય છે. પોતાની પ્રવૃત્ત્િ।ઓ કરવામાં રસનો અભાવ હોય છે. પરિવારના સભ્યો અને સામાન્ય બાબતોના નામ ભૂલી જાય છે. મૃડમાં એકદમ જલ્દી બદલાવ આવી જાય છે. વર્તણુક અને વ્યકિતત્વમાં બદલાવ આવે છે. અજાઈમર રોગ સામાન્ય રીતે પપથી ૬૦ વર્ષની ઉંમર પછી થાય છે.

સારવારથી બીમારી વધવાની ઝડપ ઓછી થાય છે

સામાન્ય રીતે પપથી ૬૦ વર્ષની ઉંમર પછીની ઉમરમા જોવા મળતી અજાઈમરની બીમારીના મોટાભાગનાં લક્ષણો સારવારથી કાબુમાં રાખી શકાય છે. સમયસર સારવાર કરવાથી આ બીમારીની આગળ વધવાની ઝડપ ઓછી થાય છે. જેને લીધે દર્દી પોતાનું જીવન આત્મસમાનથી જીવી શકે છે. આ બીમારીથી પીડિત તમામ લોકોનું વર્તન એકસરખું હોતું નથી. રોગગ્રસ્ત અવસ્થામાં પ્રત્યેક વ્યકિતની ચોક્કસ પરિસ્થિતિમાં પ્રતિકિયા આપવાની પોતાની અલગ રીતભાત હોય છે.

બધા અવયવોની જેમ મગજને પણ ઘસારો થાય છે

ન્યુરોડીજનરેટીવ ડીસઓર્ડર અર્થાત અલાઈમર એ યાદશકિતની બીમારી છે. સરળ શબ્દોમાં કહીએ તો જે રીતે ઉંમર વધવા સાથે શરીરના બધા અયવયો પર ઘસારો (આંખમાં મોતિયો, ચામડી પર કરચલી પડવી, કિડની. લીવરની તકલીફ) થાય છે. તેમ મગજ પણ ઘસાય છે અને ઘસારો વધી જાય ત્યારે યાદશકિત ઘટતી જાય છે અર્થાત વધતી ઉંમર સાથે વૃદ્ઘો અલાાઈમરની બીમારીના શિકાર બનતા જાય છે. એક સમય એવો આવે છે કે વૃદ્ઘો પરિવારના સભ્યોને પણ ઓળખી શકતા નથી,

- ડો. બિમલ તમાકુવાલા (મનોચિકિત્સક)

રોકથાક એ જ 'અલ્ઝાઇમર'નો યોગ્ય ઇલાજ

તો અલ્ઝાઇમર આ બીમારીનો કાઇ ઇલાજ નથી, પણ વહેલા રોકથામ (અલી પ્રિવેન્સન) એનો એક ઇલાજ છે. જે તબક્કામાં આ બીમારીનું નિદાન થયું હોય ત્યા જ તેને અટકાવી શકાય છે. ડાયાબિટીસ, શુગર જેવી બીમારીની લાંબી સારવાર નહીં કરાય તો જે ગંભીર પરિણામ આવે છે. તેવા ગંભીર પરિણામ અલ્ઝાઈમર નામની આ મગજની બીમારીમાં પણ આવી શકે છે. તેમાં દર્દી પોતાની યાદશકિત ગુમાવીને નાની બાબતો પણ તેને યાદ રહેતી નથી.

- ડો. તૃપ્તી પટેલ (મનોચિકિત્સક)

(10:15 am IST)